________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સહી સ્વપ્ન જંજાલને સંગ મોહ્યો, ઘડીયાલમાં કાલ રમતો ન જોયો; મુધા એમ સંસારમાં જન્મ ખોયો, અહો ધૃતતણેકારણે જલ વિલોયો. ૪ એ તો ભ્રમરલો કેસુંડાં ભ્રાંતી ધાયો, જઈ શુકતણી ચંચુમાંહે ભરાયો; શુકે જંબુ જાણી ગલે દુઃખ પાયો, પ્રભુ લાલચે જીવડો એમ વાહ્યો. ૫ ભમ્યો ભર્મ ભૂલ્યો કર્મ ભારી, દયા ધર્મની શર્મ મેં ન વિચારી; તોરી નમ્ર વાણી પરમ સુખકારી, ત્રિહું લોકના નાથ મેં નવી સાંભળી. ૬ વિષય વેલડી શેલડી કરીય જાણી, ભજી મોહ તૃષ્ણા તજી તુજ વાણી એહવો ભલા ભૂંડો નિજદાસ જાણી, પ્રભુ રાખીયે બાંહિની છાંય માંહી મારા વિવિધ અપરાધની કોડિ સહીયે, પ્રભુ શરણ આવ્યા તણી લાજ વહીએ, વલી ઘણી ઘણી વિનતી એમ કહીએ મુજ માનસ સર પરમ હંસ કહીએ.
(કલશ)
એમ કૃપા મૂર્તિ પાર્થસ્વામી, મુગતિ ગામી ધ્યાઈએ, અતિ ભક્તિ ભાવે વિપત્તિ જાવે, પરમ સંપત્તિ પાઈએ; પ્રભુ મહિમા સાગર ગુણ વૈરાગ્ય, પાર્શ્વ અન્તરિક્ષ જે સ્તવે, તસ સકલ મંગલ જય જયારવ, આનંદ વર્ધન વિનવે.
૬ (૪૯) સુમતિનાથની સ્તુતિ
સુમતિ નાથજી અર્જ ઉંચરૂં, તુમ પસાયથી પાપને હરૂં; શરણ એક છે નાથ તાહરૂં, જિનપતિ તને વંદના કરૂં. ૧ નરક વેદના મેં લહી ઘણી, ભવ અનંતમાં જીવને હણી; જન્મ મરણની વાત શી કહું, જિનપતિ તને વંદના કરૂં. ૨ અનપરાધીને દુઃખ મેં દીધાં, કપટ આચરી દ્રવ્ય મેં લીધાં; તુમ વિના હવે અર્જુ કિહાં કરૂં, જિનપતિ તને વંદના કરૂં. ૩ અચળ દેવ રે દર્શન આપજો, નીબીડ પાપના ઓઘ કાપજો; પરમ દેવ રે ધ્યાન હું ધરૂં, જિનપતિ તને વંદના કરૂં. ૪
७८