________________
સ્તુતિ સંગ્રહ કરમ વેરિએ વીંટીઓ મને, કરગરી કરૂં અર્જ જિનને; કર ગ્રહો પ્રભુ રાંક જાણીને, દિલ દયા ધરો મહેર આણીને. ૨૦ તકશિરો ઘણી કોશ કે ઘણી, બખશિશો ગુના જગતના ધણી; રિઝ કરી ખરી ત્રોડી ત્રાસને, શરણે રાખજો ખોડીદાસને. ૨૧ નભ ભૂજા અહિ ચંદ્રમાં ગૃહી, પટણ પારિથી પશ્ચિમે સહી; ચતુર માસમાં બંદરે રહી, લલિત છંદની જોડ એ કહી. ૨૨
ઈતિ
ક્લ (૪૭) પ્રભુ પ્રાર્થના ભવ ભવ તુમ હી જ દેવ, ચરણ તોરા ધરું; ભવ સાગરથી તાર, અરજ આવી કરું. ૧ જગત્ સ્વામી મોક્ષગામી, મોક્ષધામી સુખકરો; પ્રભુ અજર અમર અખંડ નિર્મલ, મોહ મિથ્યા તમ હરો. ૨ દેવાધિદેવા, ચરણ સેવા, નિત્ય મેવા આપીએ; નિજ દાસ જાણી દયા આણી, આપ સમોવડ સ્થાપીએ. ૩ શ્રી આદિનાથ પ્રગટ પરમેશ્વર, અલિય વિજ્ઞ સવિ દૂર કરે; વાટ ઘાટ સમરે જે સાહેબ ભય ભંજન ચક ચૂર કરે; ૪ લીલા લચ્છી દાસ તુમારો, કોઈ પૂજે કોઈ અરજ કરે; પ્રભુ નજર કરીને નિરખો સાહેબ, તુમ સેવક અરદાસ કરે. ૫
ક (૪૮) પાર્શ્વનાથની સ્તુતિ 5 પ્રભુ પાસજી તાહરૂં નામ મીઠું, ત્રિહું લોકમાં એટલું સાર દીઠું; સદા સમરતાં સેવતાં પાપ નીઠું, મન માહરે તાહરું ધ્યાન બેઠું. ૧ મન તુમ પાસે વસે રાત દિવસે, મુખ પંકજ નિરખવા હંસ હસે; ધન્ય તે ઘડી એ ઘડી નયણ દીસે, ભલી ભક્તિ ભાવે કરી વિનવીસે. ૨ અહો એહ સંસાર છે દુઃખ ધોરી ઈદ્ર જાળમાં ચિત્ત લાગ્યું ઠગોરી; પ્રભુ માનીયે વિનંતિ એક મોરી, મુજ તારતું તાર બલીહારી તોરી. ૩