SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા દૂર ભાવથી ક્રોધ મેં કર્યો, સજ્જન દૂહવી રોશમાં રહ્યો, સરવ જનથી સંગ છોડીયો, તૃણ તોલથી તુચ્છ હું થયો. ૭ મત્સર મનથી મેં બહુ કર્યો, મમત ભાવથી હું અતિ ભર્યો મદ છકે ચડ્યો, માનમાં અડ્યો, વિનય ના કર્યો ગર્વમાં પડ્યો. ૮ દગલ બાજીએ હું બહુ રમ્યો, કપટ કૂડમાં કાળનિર્ગમ્યો; મુખ મીઠું લવી સૃષ્ટી ભોળવી, અરર કેમ રે ભૂલશે ભવી. ૯ ધન હીરાકણિ મોતિને મણિ, અબૂજ આથનો હું થયો ધણી; અધિક આશતો અંતરે ઘણી, અરર લોભને ના શક્યો હણી. ૧૦ મગન મન્નથી સાજનો પરે, હિત ઘણું ધરી પોષીયા ખરે; તરકટી તણા ફંડમાં ફશ્યો અરર રાગથી ન લહ્યો કિશ્યો. ૧૧ દિલ ડુબી રહ્યું દ્વેષ દર્દમાં, ગુણ નવિ ગણ્યા મેહરી મર્દમાં; અરૂણ આંખડી રોષથી ભરી, અરર સર્વનો હું થયો અરિ. ૧૨ નિજ કુટુંબને નાત જાતમાં, વઢિ પડ્યો હું તો વાત વાતમાં; અબૂજ આત્મા ઘાતમાં પડ્યો, અરર ક્લેશથી કૂપમાં પડ્યો. ૧૩ અણહુતા દિયા આળ અન્યને, અલિક ઓચરી મેળવ્યું ધનને; સદ્ગુરૂ તણો સંગ ના કર્યો, અરર પાપથી પિંડ મેં ભર્યો. ૧૪ પરની ચોવટે ચુગલી કરી, નૃપ સભા જુઠી સાહેદી ભારી; પિશુન ધૂર્ત હું લાંચ લાલચી, પશુ પણે રહ્યો પાપમાં પચી. ૧૫ પર પૂઠ પર દોષ દાખવા, જસતણો ઘણો સ્વાદ ચાખવા; રહસ્ય વાત તો મેં કરી છતી, ભવ અરણ્યમાં હું રૂલ્યો અતિ. ૧૬ અધમ કામમાં હર્ષ મેં ઘર્યો, ધર્મ ધ્યાનમાં અમર્ષે ભર્યો દૂરગુણે રચ્યો મોહમાં મચ્યો, અરર કર્મના નાચમાં નાચ્યો. ૧૭ છળ વિધ્યા કરી અર્થ સંચિયા, જુઠ ઘણું લવી લોક વંચીયા; પતિત રાંકને છેતર્યા બહુ, અરર પાપ હું કેટલા કહું. ૧૮ શરીર શોધતો મેં નવિ કર્યો, જડ પ્રસંગથી યોનિમાં ફર્યો શુદ્ધ વિચારતો ચિત્તનો ચડ્યો, મિચ્છત શલ્ય તો મુજને નડ્યો ૧૯ ૭૬
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy