________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
મેઘકુમાર ઋષિ બૂજવ્યો, ચિત્ત ચૂક્યો હો ચારિત્રથી અપાર; એકાવતારી તેહને, તે કીધો હો કરૂણા ભંડાર.
વિર૦ ૧૦ બાર વરસ વેશ્યા ઘરે, રહ્યો મૂકી હો સંયમનો ભાર; નંદીષેણ પણ ઉધર્યો, સુર પદવી હો દીઘી અતિ સાર.
વિર૦ ૧૧ પી મહાવ્રત પરિહરી, ગૃહવાસે હો વશ્યા વરસ ચોવિસ; તે પણ આદ્રકુમારને તેં તાર્યો, હો તહારી એ જગીશ.
વીર૦ ૧૨ રાય શ્રેણિક રાણી ચેલણા, રૂ૫ દેખી હો ચિત્ત ચૂક્યા જેહ, સમવસરણે સાધુ સાધ્વી, તેં કીધા હો આરાધક તેહ.
વીર૦ ૧૩ વિરત નહીં નહીં આંખડી, નહીં પોસો હો નહીં આદરી દિખ્ખ; તે પણ શ્રેણિક રાયને, તે કીધો હો સ્વામી આપ સરિ....
વર૦ ૧૪ એમ અનેક તે ઉદ્ધર્યા, કહું તાહરા હો કેતા અવદત, સાર કરો હવે માહરી, મન આણે હો સ્વામી માહરી વાત.
વિર૦ ૧૫ સુધો સંયમ નવી પળે, નહિ તેહવે હો મુજ દરિસણ નાણ, પણ આઘાર છે એટલો, એક તાહરો હો ઘરૂં નિશ્ચલ ધ્યાન.
વર૦ ૧૬ મેહ મહીયલ વરસતે, નવિ જોવે હો સમવિષમ ઠામ, ગિરૂઆ સહેજે ગુણ કરે, સ્વામી સારો હે મહારા વંછીત કામ.
વિર૦ ૧૭ તુમ નામે સુખ સંપદા, તુમ નામે હે દૂખ જાયે દૂર; તુમ નામે વંછિત ફળે, તુમ નામે હો મુજ આનંદ પૂર.
વિર૦ ૧૮
૮)