________________
૪-સ્વાધ્યાય વિભાગ : સમ્યકત્વ ૬૭ બેલ સ્વાધ્યાય [ ૧૭
સમ્યકત્વના સડસઠ બોલ સ્વાધ્યાય
આ સ્વાધ્યાય સુવિહિત શિરોમણિ શાસ્ત્રકાર શ્રી. હરિભદ્રસૂરીશ્વર વિરચિત સમ્યક્ત્વ સપ્તતિકા (પ્રાકૃત) ગ્રંથને સરળ અને સુમધુર અનુવાદ છે,
પ્રસ્તાવ
=
=
=
સુકૃતવલિ-કામિની, સમરી સરસ્વતી માત, સમકિત સડસઠ બેલની, કહિશ્ય મધુરી વાત. સમકિનદાયક ગુરૂતણે, પચ્ચેવયાર ન થાય; ભવ કડાકેડે કરી, કરતાં સર્વ ઉપાય. દાનાદિક કિરિયા ન દિયે, સમતિ વિણ શિવશર્મ તે માટે સમકિત વડું, જાણે પ્રવચનમર્મ. દર્શન મેહવિનાશથી, જે નિર્મલ ગુણઠાણ તે નિશ્ચય સમકિત કહ્યું, તેહનાં એ અહિઠાણ