________________
થતા રહસ્ય શબ્દ અને ન્યાય સિવાયના વિષયના અન્ય ગ્રંથેથી તથા તેમણે સાક્ષી તરીકે ભલામણ કરેલા ગ્રંથેથી પૂરવાર થાય છે. આ રીતે એ અદ્વિતીય ગ્રંથની રચના કરી આ મહાપુરૂષે શ્રી જૈનશાસનની ભારે પ્રભાવના કરી છે. - ઉપાધ્યાયજી વ્યાકરણ, કાવ્ય, કેષ, અલંકાર, છંદ, તર્ક, સિદ્ધાન્ત, આગમ, નય, નિક્ષેપ, પ્રમાણુ, સપ્તભંગી આદિ સર્વ વિષય સંબંધી ઉંચા પ્રકારનું અતિશય સૂક્ષ્મ જ્ઞાન ધરાવતા હતા. એમના પ્રત્યેક ગ્રંથોમાં અપૂર્વ કવિત્વશક્તિ, વચન–ચાતુરી, પદ-લાલિત્ય, અર્થ-ગૌરવ, રસ-પોષણ, અલંકાર-નિરૂપણ, પરપક્ષખંડન, સ્વ-પક્ષ-મંડન સ્થળે સ્થળે દ્રષ્ટિગોચર થાય છે. એમની તર્કશક્તિ તથા સમાધાન કરવાની શક્તિ અપૂર્વ છે. - પૂર્વાચાર્ય પ્રણીત અનેક ગ્રંથમાં સૂત્ર-ટીકા વગેરેમાં જુદી પડતી અનેક બાબતમાં સમાધાન તેઓશ્રીએ બહુ યુક્તિપુરઃસર કર્યા છે.
પિતાના ગ્રંથમાં તેઓશ્રીએ વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ તથા શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા તથા પૂજાનું મંડન એવી ઉત્તમ રીતે કર્યું છે કે-તેને મધ્યસ્થ અને જિજ્ઞાસુવૃત્તિઓ વાંચનાર અને સમજનાર આત્મા તુત જ સન્માર્ગમાં સુસ્થિર બની જાય છે.
સૂત્ર, નિર્યુક્તિ, ચૂણિ, ભાષ્ય અને ટીકા સ્વરૂપ પંચાંગીયુક્ત શ્રી જિનવચનના એક પણ અક્ષરને ઉત્થાપનાર પ્રત્યેક કુમતવાદિની તેઓએ સખ્ત રીતે ખબર લીધી છે. ટૂંકના ખંડન માટે તથા યતિઓમાં પ્રવેશેલી શિથિલતા દૂર કરવા માટે તેઓએ પિતાના ગ્રંથમાં ભારે પ્રયત્ન સેવ્યો છે.