________________
કુમતનું સખ્ત શબ્દોમાં ખંડન કરવાથી તેમના અનેક દુશ્મને પણ ઉભા થયા હતા, પણ તેની એક લેશ માત્ર પરવા તેઓશ્રીએ કરી નથી. દરેક સ્થળેથી માનપાન મેળવવામાંજ પિતાની વિદ્વતાને ઉપગ નહિ કરતાં, શિથિલાચારી યતિસમુદાય અને હુંઢકે સામે નિડરપણે ઉભા રહી, તેઓશ્રીએ શ્રી જૈનશાસનની ભારેમાં ભારે સેવા બજાવી છે.
અદ્વિતીય શાસનસેવા અને અનુપમ વિદ્વત્તાના પ્રતાપે– લઘુ હરિભદ્ર, બીજા હેમચંદ્ર તથા કલિકાલમાં પણ શ્રુતકેવલિઓનું સ્મરણ કરાવનાર તરીકેની અનેકવિધ ઉત્તમ ઉપમાઓ તે પુણ્યપુરૂષ પામી ગયા છે.
માત્ર ૨૫૦ વર્ષ પૂર્વે થયેલા આ મહાપુરૂષનું પણ પૂરેપૂરું સાહિત્ય આજે ઉપલબ્ધ થતું નથી, એ ખરેખર આપણું ભયંકર કમનસીબી છે. છતાં વર્તમાનમાં જે સાહિત્ય મળે છે તે પણ આપણા ઉપકાર માટે ઓછું નથી. આવા પરમ ઉપકારકનું સાહિત્ય જગતમાં દીર્ઘકાળ પર્યત ચિરસ્થાયી બની રહે, એ માટે સઘળા પ્રયત્ન જવા, એ સમ્યગદષ્ટિ આત્માઓનું પરમ કર્તવ્ય છે.
શ્રી ઉપાધ્યાયજી મહારાજાએ, ન્યાય ખંડ ખાદ્ય જેવા સંસ્કૃત ભાષામાં દુર્ઘટ ગ્રંથ બનાવવા સાથે, પ્રાકૃતજનેના ઉપકારાર્થે ગુજરાતી ભાષામાં પણ ઘણું સરલ પદ્ય રચનાઓ કરી છે. અસાધારણ ન્યાય અને પ્રમાણુ વિષયક ગ્રંથદ્વારા પંડિત શિરોમણિઓનાં શિરને પણ ઈષત્ કંપાવનાર આ મહાન પુરૂષ “જગજીવન જગવાલ હો” અને “પુખલવઈ