________________
વી. ૮
૧-સ્તવન વિભાગ : વિશિષ્ટ જિન-સ્તવને [૧૨૯ ભીષણ ભમતાં હે ભવ સાયર જલિ, તૂ પ્રભુ અંતર દ્વીપ, પામિઓ, પામિએ મિ પૂરવ પુણ્ય પસાઉલિઈ, તેણઈ સવિ ટલ્યાં હે પ્રતીપ.
વી. ૬ જેહમાહિં તુજ દર્શન મિં પામિલ, તે સુંદર કલિકાલ; તુજ વિણા, તુજ વિણ જિનજ નિજ મનિ જાણિઈ, કૃત યુગ પણિ જ જાલ.
વી. ૭ સુરતરૂ પણિ જે અતિ દૂરઈ રહઈ તે આવઈ કુણ કાજિક મરૂને મરૂને કી જઈ છે છાયા કારણિ, નિબડલે તરૂરાજ. હું તુજ શરણે હો જિનવર આવિઓ, બાંધી મોટી આસ પારે, પારે જિમ શરણે રાખી યશ કિઓ, તિમ રાખે નિજ દાસ.
વી. ૯ જિન તુજ આધારિ જગે વિઇ, સુભગ દેએ દીદાર, ભજવાન ભજવાનઈ મનમાં તે મુજ અલજે ઘણે, પ્રેમ તણે નહીં પાર.
વી. ૧૦ મુજ મન ગિરિ વિચરતે સિંહજી, જે તુજ ભગતિ વિલાસ તે મુજ, તે મુજ દુરિત મતંગજ ભાજસ્થઈ કુમતિ મૃગી સંત્રાસ,
વી. ૧૧ ચું વીનવીઈ હે અધિકે તુજ પ્રતિ, ધરો ધરમ સનેહ, તેહથી, તેહથી મુજમન વંછિત સવિ સંપજઈ, જિમ તરૂ સંપદ મેહ.
* વી. ૧૨ ઉન્નતપુર છઈ હે સ્વરગ સમેવર્ડિ, તિહાં પ્રભુ તુજ પ્રાસાદ, નીરખીનઈ, નીરખીનઈ મઈ લે અણુ અમિઅ પખાલિ, માંડઈ સુરગિરિ વાદ,
વીર ૧૩