________________
૪૨૦
આપ મોટા માણસ છે, ઘણી ઘણી સાહ્યબીમાં મુજ ગરીબડીને ભૂલી જાઓ એ બનવા જોગ છે. પણ મુજ આંધળીને તટે આપનું પવિત્ર નામ અને મધુરં સ્મરણજ હાલના મારા વિષમ દહાડામાં પરમાધાર સ્વરૂપ છે. | મારી અહીં શી દશા છે, એ આપનાથી કંઈ અજાણ્યું નહી હોય ! તે છતાં આપે આજ સુધી મારી ખબર પણ નથી કઢાવી; તેથી એમ માનું છું કે આપ મને ખરેખર વીસરી ગયા છે.
પણ વહાલા પિતાની આગળ દીકરી પિતાની વાત રજુ ન કરે તે કયાં કરે? માટે કૃપા કરીને જરા સાવધાન બનીને મારી વિગત સાંભળો.
અહીંનું દુઃખ હવે તે મારાથી સહન નથી થતું, એટલેજ આપની આગળ ખોળે પાથરી ધા નાખું છું
મારી સાસુ (માયા) અને નણંદ (તૃષ્ણા) મને બહુ જ સતાવે છે. | મારો દીયર (મેહ) ઘણેજ ચંચળ પ્રકૃતિને છે, ને છતાં મારા મનને કેણ જાણે બહુ વહાલું લાગે છે, તેના તરફથી મને અને મારા શિર છત્ર....ને ઘણું વેઠવું પડે છે. તે છતાં હું તેમના સહવાસને છેડી શકતી નથી.
છેવટે તેને તમારા દીયરને) કરે મને અને કરી તે સતાવી કાયર કરી મૂકે છે. | મારો જેઠ (કામ) અને તેને દીકરે (લાભ) બંને હલકા સ્વભાવના છે. વાતે વાતે મેલી વાતે અને ખરાબ