________________
૩૯ તેણી પરે મુનિ ઘર ઘર ભમી છે, તે શુદ્ધ આહાર ન કરે બાધા કેઈને છે, દિયે પિંડને આધાર-મુ-૪ પહેલે દશવૈકાલિકેજી, અધ્યયનને અધિકાર ભાંગે તે આરાધતાં જી, વૃદ્ધિ વિજય જયકાર –મુ-૫ ૮૧- શ્રી દ્વિતીયાધ્યાયનની સજઝાય છે
(શીલ સહામણું પાલી—એ દેશી) નમવા નેમી જિદને, રાજુલ રૂડી નાર રે, શીલ સુરંગી સંચરે, ગરી ગઢ ગિરનાર રે.
–શી-૧ શીખ સુહામણી મન ધરે, તમે નિરૂપમ નિગ્રંથ રે, સવિ અભિલાષ તજી કરી, પાલો સંયમ પંથ રે. –શી–૨ પાઉસ ભીની પદ્મિની, ગઈ તે ગુફા માંહિ તેમ રે, ચતુરા ચીર નિચાવતી, દીઠી ઋષિ રહનેમ રે–શી–૩ ચિત્ત ચલે ચારિત્રિયે, વણ વદે તવ એમ રે, સુખ ભોગવી સુંદરી, આપણે પૂરણ પ્રેમ રે–શી–૪ તવ રાય જાદી એમ ભણે, ભૂંડા એમ શું ભાખે રે, વયણ વિરૂદ્ધ એ બોલતાં, કાંઈ કુલ લાજ ન રાખે રે.
–શી–૫ હું પુત્રી ઉગ્રસેનની. અને તું યાદવ કુલ જાયે રે, એ નિર્મલ કુલ આપણું, તે કેમ અકારજ થાયે રે.
–શી-૬