________________
૩૦
પુણ્ય વિહુણા રે દુઃખ પામે ઘણું રે, દેષ દીચે કીરતાર, આપ કમાઈ રે પુરવ ભવ તણું રે, ન મીટે જેહ લગાર.
કાંઈ નવિ ચેતે ર-૪ કઠીણ કરમને અહનિશ જે કરે છે, તેહનાં ફળ જે વિપાક, હું નવિ જાણું રે કુણ ગતિ તાહરી રે, તે જાણે વીતરાગ.
કાંઈ નવિ ચેતે ૨-૫ તેં દુખ સહ્યાં રે બહુ રમણી તણાં રે, અનંત અનંની વાર, લબ્ધિ કહે છે જે જિનને ભજે રે, તે પામે મેક્ષ દુવાર.
કાંઈ નવિ ચેતે રે
૮ શ્રી દશવૈકાલિકની સજઝાય છે
છે પ્રથમાધ્યયનની સજઝાય છે
| (સુગ્રીવ નયર સોહામણું –એ દેશી) શ્રી ગુરૂપદ પંકજ નમીજી, વલિ ધરી ધર્મની બુદ્ધિ, સાધુ કિયા ગુણ ભાંખશું. કરવા સમકિત શુદ્ધિ. મુનીશ્વર ધર્મ સયલ સુખકાર. તુહે પાલ નિરતિચાર.
જીવ દયા સંયમ ત છે, ધર્મ એ મંગલ રૂપ; જેહનાં મનમાં નિત્ય વસે છે, તસ નમે સુર નર ભૂપ.
–મુ-૨ ન કરે કુસુમ કિલામણ છે, વિચરતે જિમ તરૂવંદ; સંતોષે વળી આતમા છે, મધુકર ગ્રહી મકરંદ–મુ-૩