________________
૧૮૮
સાત મહાભય ટાળતે, સપ્તમ જિનવર દેવ લલના; સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ લલના.
છે શ્રી | ૨ | શિવશંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના; જિન અરિહા તીથ કરું, જ્યોતિ સરૂપ અસમાન લલના.
| | શ્રી. છે ૩ | અલખ નિરંજન વચ્છલ, સકલ જંતુ વિશ્રામ લલના અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના.
- શ્રી. કે ૪ વીતરાગ મદ કલપના, રતિ અરતિ ભય સેગ લલના; નિદ્રા તન્દ્રા દુરદશા, રહિત અબાધિત યોગ લલના.
છે શ્રી| ૫ છે પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના; પરમ પદારથ પરમેષ્ટિ, પરમદેવ પરમાણ, લલના.
| | શ્રી / ૬ છે * વિધિ વિરંચિ વિશ્વભરૂ, હૃષીકેશ જગનાથ લલના; અઘહર અઘમેચન ધણું, મુકિત પરમ પદ સાથ લલના.
| | શ્રી. છે ૭ | - ઈમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર લલના; -જે જાણે તેને કરે, આનંદઘન અવતાર લલના.
| શ્રી | ૮ |
૨૩ ના શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન છે છે રાગ-આશાવરી-મનમાં આવજોરે નાથ–એ દેશી |