________________
L
આના સ્થાપન મહાત્સવ કર્યાં. વળી સુશ્રાવકાએ અગ્નિ સંસ્કાર થયેલ ભૂમિકાના સ્થાને એક મહાટી દેરી કરાવી છે કે જે હાલ પણ જોધપુરના પર્વત ઉપર અને રાજદરબારના કિલ્લા નીચે માજીદ છે. વળી નાગાર, બિકાનેર, જોધપુર, મેડતા, પાલી, અજમેર, જયપુર, આગ્રા, પટણા, મુસી દામાદ, અજીમગંજ, રાજગૃહી, બુરાનપુર, ઉજ્જૈણુ, પાટણું, અમદાવાદ, ખંભાત, વીરમગામ, માંડલ રાધનપુર, ધ્રાંગધ્રા, લીંમડી, પાલીતાણા વિગેરે અનેક શહેરોમાં અને ઉનાવા, રૂ, રીયાં, સાંબર, વાલેાતરા, પચપદરા, તિવરિ, બગડી, વિગેરે ગામામાં તેઓશ્રીની ચરણપાદુકાઓ સ્થાપન થઈ. અને હાલ પણ કેટલીક જગાએ પૂજાઈ રહી છે. આવા મહાન પ્રભાવશાળી એ આચાર્ય દેવ થયા છે કિ બહુના.
શ્રી ભ્રતૃચન્દ્રસૂરિનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર.
શ્રી હેમચંદ્રસૂરિની પાટે પૂજ્યપાદ પરમેાપકારી પ્રાતઃસ્મરણીય પરમપ્રભાવક વચનસિદ્ધિવાલા શાન્ત સ્વભાવી શ્રી ભ્રાતૃચન્દ્રસૂરિ થયા. તેમના જન્મ વાંકડીયા વડગામવાસી ઔદિચ્ચ વાડવવંશી દાનમલજી પિતા વિજયા માતાની કુખથી૰ વિસ’૦ ૧૯૨૦માં થયા હતા. વિ॰ સ૦ ૧૯૩૫ના ફાગણ સુદ બીજને દિને આચાર્ય શ્રી ચન્દ્ર સૂરિના શિષ્ય, પડિતવર શ્રીમુક્તિચન્દ્રગણિના હાથે વીરમગામમાં દીક્ષા લીધી. તેઓશ્રીએ વિસં૰ ૧૯૩૭ના વૈશાખ સુદ્ર ૧૧ને દિને માંડલ ગામમાં મુનિમહરાજ શ્રી કુશલચન્દ્રગણિની નિશ્રાએ નિન્થપ્રવચન સ`વેગમાર્ગની