________________
તુલના કરી. (કિયે દ્વાર) કર્યો. તેઓ મહાપ્રતાપી, બાલબ્રહ્મચારી, સિદ્ધાન્ત પારગામી, સંવેગરંગરંગિત, આત્મા હતા. તેમજ પર્દર્શનમાં પણ પોતાના સહગુણો અને વિદ્વત્તાથી પ્રસિદ્ધ પામેલા પૂજ્યશ્રીજી હતા. તેથી તેઓશ્રી પાસે અનેક મતાનુયાયિઓ આવીને પિતાની શંકાઓને પ્રકાશ કરતા. તેમને આચાર્યશ્રી શાંત સ્વભાવે એવી રીતે ઉત્તર આપતા કે જેથી તેઓ આનંદિત થઈ આચાર્યશ્રીની મુક્તક ઠે સર્વત્ર પ્રશંસા કરતા હતા. ઘણાના મુખથી મેં (લેખક પિતેજ) પ્રત્યક્ષ રીતે જોયેલ અને સાંભળેલ છે કે સુવર્ણ અને સુગંધની માફક ઉત્તમ શ્રેણીના વિદ્વાન અને તેની સાથે અપૂર્વ એવા શાંતિ આદિ ગુણોથી સહિત રાજગી સરખા, ભવ્ય દેદારવાળા, પુન્યનાપુતલા, ધર્મમૂર્તિરૂપ આ મહાત્માના સરીખા બીજા કેઈ પણ મહાત્મા અન્યદર્શનમાં પણ અમને જોવામાં આવેલ નથી. ઈત્યાદિક પ્રશંસા કરી આનંદ પામતા હતા, કુટુંબમાં જે ભવ્યાત્માઓએ પૂજ્યપાદશ્રીને પરિચય કર્યો હશે તેઓએ જ તેઓશ્રીની કહેણી, રહેણી, વિદ્વતા, શાન્તિ જાણું હશે. વળી તેમણે પિતાના ધર્મોપદેશથી જામનગરના મહારાજા જામસાહેબ વિભાજી બહાદુર. ધ્રાંગધ્રાના મહારાજા માનસિંહજી, તેમના ભાયાત પ્રતાપસિંહજી તથા જાલમસિંહજી, બજાણુના દરબાર સાહેબ, નશીબખાનજી, પાટડીના દરબાર સુરજમલસિંહજી. લીબડીને નામદાર મહારાજા શ્રી જસવંતસિંહજી બહાદુર, કચ્છભુજનું રાજ મંડલ, તથા જેસલમેરના મહારાજા, જોધપુરના કવિરાજ, મહામહોપાધ્યાય મુરાદિદાન, તેમજ ન્યાયવિશારદ શાસ્ત્રી