________________
. ૧૦
નારાયણદત્તજી, વ્યાકરણાચાર્ય વિદ્યાભૂષણ પંડિત ભગવતી લાલજી, આશુકવિ શાસ્ત્રી, નિત્યાનંદજી, શાસ્ત્રી હરિકૃષ્ણજી, સાહિત્યપંડિતજી, ઉમાશંકરજી, શાસ્ત્રી મણીશંકરજી, રાજવૈદ્ય પંડિત હેમરાજભાઈ, આદિત્યરામ, વિગેરેને જૈનધર્મ પ્રત્યે સારી લાગણીવાળા કર્યા હતા.
જર્ણોદ્ધારના ઉપદેશથી બિકાનેરના ભાડાસરજીનું મોટું દહેરાસર તથા ખંભાતમાં નવપલ્લવજીનું. ચિંતામણીજીનું, તથા આદીશ્વરજીનું દહેરાસર, અને વિરમગામમાં અજિતનાથસ્વામીનું દહેરાસર ઈત્યાદિક દહેરાસરના જિર્ણોદ્ધાર થયા, તેઓશ્રીના તીર્થયાત્રા કરવા સંબંધી ઉપદેશથી શ્રી સિદ્ધાચલજી, શ્રી ગીરનારજી, શ્રી શંખેશ્વરજી, શ્રી લેયણજી, શ્રી આબુજી, શ્રી વરકાણાજી, શ્રી રાણકપુરજી, શ્રી કેશરીયાજી, શ્રી ફૂલવદ્ધિ પાર્શ્વનાથજી, જેસલમેલજી, કાવિગધાર, નાની મટી પચતીથીજી વિગેરે તીર્થોના સંઘ, છરી, પાલતા નીલ્યા. તેઓશ્રીના પસાયથી ઘણા ભવ્યજીએ તીર્થનાં દર્શન કરી સમ્યક્ત્વ ગુણની નિર્મલતા કરી. જીવદયાના ઉપદેશથી વીરમગામ માંડલ વિગેરે સ્થળમાં પાંજરાપોળ થઈ. ધાર્મિક કેળવણીના ઉપદેશથી રાજનગરમાં શ્રીજૈનહઠીસીંગસરસ્વતી સભા, કછ મટીખાખરમાં ભ્રાતૃચંદ્રાવ્યુદય પાઠશાળા તથા કન્યાશાળા, ધ્રાંગધ્રામાં મુનિ શ્રીકુશલચંદ્રગણિ વિદ્યાશાળા તેમજ કેટલેક સ્થળે પૌષધશાળા તથા ધર્મશાળા વિગેરે થયાં. વળી કછ મુદ્રામાં અસ્થિર પ્રતિમાને સ્થિર ર્યા સંબંધી વીરમગામમાં દહેરાસરજીની પ્રતિષ્ઠા વખતે વૃષ્ટિ સંબંધી તેમજ