________________
[ ૫૩ ] શવ્વાલ માસની ( ઈદ રાજા મહીના પછીના મહીનાની ) બીજી તારીખે મજકુર સનમાં મુહમ્મદાબાદના ઈરાદે . રવાને થયો. ઇમાદુલમુક સુલતાન બહાદુરની આ ચાંપાનેર જવું. ધારણ સાંભળી જવા લાગ્યો, અને ઉપર બતાવ્યા પ્રમાણે લતીફખાં શાહજાદો ( કુંવર ) કે જે, તે જીલ્લામાં હતો તેને છાનોમાનો બોલાવ્યો કે જેથી વખતે લાઈ કરવાની વેળા આવે તો નસીરખાં કાચી ઉમ્મરને છે તેથી તે સામે ટકી શકે. પરંતુ કાર્યના મૂળતત્વ વિષે તેને અચંબો લાગ્યાથી છેવટે તેણે લતીફખાન તથા નસીરખાનથી ધ્યાન ઉઠાવી લઈ ઘરની સેવા કરવા માંડી.
આ વેળાએ સુલતાન બહાદુરે મહી નદી ઉતરી લશ્કરની વાટ જોયા શિવાય થોડા માણસોથી ધસારો કરી પહેલાં હાલેલમાં સુલતાન સિકંદરની કબરના દર્શન કર્યા અને ઇમાદુલમુકને શૂળીએ તાજખાનને ત્રણસો સ્વાર સાથે ઈમાદુલમુકને ચઢાવ્યો પકડી લાવવાનું કામ સોપ્યું, તાજખાંએ જઈને તેના ઘરબારને ધુલધાણી કરી નાખ્યાં. ઈમાદુલમુક નાસી કોટવાલ દીવાનના ઘરમાં સંતાયો. આ વખતે સુલતાને રાજ્યના ઠાઠથી મુહમ્મદાબાદ આવી પહોંચી સુલતાની મેહેલમાં ઉતારે લીધે. ઈમાદુલ મુલકને પકડી લાવવાને ફરી હુકમ કર્યો તેથી ખોળી કાઢી તેજ દિવસે બેડીક વારમાં દુષ્ટ અંતના દાસને પકડી લાવી હાજર કર્યો. સુલતાનના હુકમથી શુળીએ ચઢાવ્યું અને જે તે કુકર્મમાં તેના સબતીઓ હતા તેઓ પણ પોતાના કૃત્યની શિક્ષાને પહોંચ્યા. લતીફખાન જે ઇમાદુલ મુલ્કના બોલાવ્યાથી પાસે આવી લાગ્યો હતો તે પણ કોઈ ખુણામાં સંતાઈ ગયો.
જીલ્કાદ માસની ૧૪ મી તારીખની રાત્રે સન ૪૩૨ માં પિતાના બાપદાદાના ધારા પ્રમાણે સુલતાન બહાદુર તખ્ત ઉપર બેઠે અને પ્રધાન તથા સરદારને પોશાકો તખ્તનશીની. તથા ઘડાઓ ઇનામ કર્યા અને લશ્કરીઓને નોકરી પેટે જે અડધી જાગીર મળતી ને અધે પગાર મળતો તે એક વર્ષને આંકડ ઇનામ કર્યો. દોઢસો માણસોને શુભ પદવીઓ આપી, દરજજે ચઢાવી મને ઈચ્છા પ્રમાણે માનવંતા કર્યા.