SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૮ ]. વાસ્તે લશ્કર મોકલાવ્યું, ઘા રૂઝાયા પછી રાણે સુલતાન મેહેમુદને માંડુગઢ તરફ વિદાય કર્યો અને સુલતાનના દીકરાને જામીનગીરી દાખલપિતાની પાસે રાખે. સન ૯૨૬ માં રાણાએ ઈડર ઉપર લુટફાટ કરતાં ચઢાઈ કરી. અહમદનગર વિગેરેના જાગીરદારોથી લડાઈઓ થઈ અને સુલતાનની ફોજને નુકશાન પહોંચ્યું. રાણાએ ૯૨૬ હિજરી. વડનગર તથા વિશનગરને લુંટી લીધા તે દરમ્યાનમાં એવી ખબર આવી કે સુલતાની લશકર પાટણ જીલ્લા અને અહમદાબાદથી આવે છે કુચપર કુચ કરી ચિતડ તરફ ચાલતો થયે. સન ૨૭ ના મોહરમ માસમાં સુલતાન મુઝફરશાહ દુષ્ટ સ્વભાવી રાણાના કાન ઝાલી શિખામણ દેવા, કે જેણે એટલી બધી હિમ્મત કરી હતી. સુલતાનના ખાસ દાસ, મલેક ૯૨૭ હિજરી. અયાઝને એક લાખ સ્વારે અને સો હાથીઓ સાથે અને વિશહજાર સ્વારે તથા વીશ હાથીએ કિવામુલમુલ્કને આપ્યા અને રાણા ઉપર રવાને કર્યો. આ ચઢાઈમાં મલેક અયાઝનું જે બળ હતું તે તે વિસ્તારથી મિરાતે સિકંદરીમાં વર્ણવેલું છે. આ કેર વરતાવતું લશકર બાખડાને રસ્તે થઈને ચાલ્યું કેમકે ત્યાંના રાજા આ દેશ ઉચાટ રાણુની ચઢાઈનો મદદગાર હતો તેથી તેના દેશને પાયભાલ તથા ધર્મ શત્રુઓને કાપીને રાણાના રાજ ઉપર પહોંચ્યા. આ ખબર સાંભળી રાણાના હોશ ઉડી ગયા. આ વખતે સુલતાન મેહેમુદ ખિલજી પણ સુલતાનની મદદ કરવા આવીને ભળી ગયા. આ વખતે સુલતાની લશકરમાં કંઈ અસંતેવી વર્તાઈ હતી તેથી રાણું સાથે એક જાતની સલાહ કરી અહમદાબાદ તરફ પાછા ફર્યા. આ બનાવથી સુલતાન મલેક અયાઝ ઉપર તિરાજી દેખાડી નક્કી કર્યું કે વરસાદ વિત્યા પછી પોતે જાતે આ કામ ઉપર લક્ષ દેશે. મલેક અયાઝને સોરઠ ઉપર બદલ કર્યો. સને ૨૮ માં સુલતાન રાણાને શિખામણ દેવા અહમદઆબાદ આવી પહોંચ્યો. આ વેળાએ રાણાને કુંવર, હાથીએ તથા જે પેશકશી કબુલ કરી હતી તે લઈને ૯૨૮ હિજરી. સુલતાનની સેવામાં હાજર થયે તેથી ચઢાઈ બંધ રહી.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy