________________
બને અને રાયમલ ઇડરમાં બેસે !!! અહમદનગરના જાગીરદા નિઝામુલમુલ્ક ઉપર હુકમ ગયો કે રાયમલને ઈડરમાંથી કાઢી બહાર - મલને ઈડર સોંપવું. . સન ૯ર૩ સુધી રાયમલ સુલતાનની સન્યાની સાથે યુદ્ધ કરતે હતા.
તેમાં કદી છત અને કદી હારતો. આ વખતે ભાળ વાના અમીરો હબીબખાન વિગેરે જેવા મેદનીરાયની ૯૨૩ હિજરી. બીકથી નાસી સુલતાનની સેવામાં આવ્યા અને માંડુગઢનું સઘળું વર્ણન કર્યું કે મુસલમાની ધર્મના આચારોનો માંડુગઢમાં અંત આવ્યો છે, અને મેદનીરાયે ઘણાખરા સારા સારા લેકોને કાપી નાખ્યા છે. આજ કાલમાં સુલતાન મહેમુદને મારી નાખવાનો છે અથવા કેદ કરવાનું છે. સુલતાને ઉત્તર દીધા કે વરસાદ વિત્યા પછી ખુદાની મરજી હશે તે માંડુગઢ તરફ જાઉં છું, અને મેદનીરાયનો મગજ તેના માથામાંથી બહાર કાઢી ફેકી દઈશ. જ્યારે સુલતાન મહેમુદે જોયું કે દેશ, ખજાનો અને સત્તા એ સઘળું મેદનીરાયના હાથમાં જઈ ચુક્યું અને મને નજરબંધ કરી રાખ્યો છે. અડધી રાતે લાગ જોઈ એક ઘોડા ઉપર પોતે ને એક ઘોડા ઉપર પિતાની રાણીને સવાર કરાવી ગુજરાત તરફ નિકળી પડયે. તેના આવી પહોંચ્યા પછી સુલતાને ઘણો આનંદ દેખાડ્યો. તંબુ, હાથીઓ, ઘોડા અને જે જે બાદશાહી ઠાઠ હોય છે તે તે તેને મોકલાવી દીધા. જુમેરાત છલકાદ મહીનાની ચોથી તારીખ સન ૯૨૩ માં ફતેહ પામતા નિશાનને માંડુગઢ તરફ ઉંચો કર્યો. મજકુર મહીનાની પંદરમી તારીખે દેવલા ગામના મુકામે સુલતાન મુઝફફરની સુલતાન મહેમુદથી ભેટ થઈ.
અને ત્યાંથી કુચ પર કુચ કરી રવીવાર મજકુર મહીનાની ત્રેવીસમી તારીખે સુલતાન, જયવંત સન્યાસહીત માંડુગઢ ગદરા આગળ ડેરા તંબુઓ ઠોકી દીધા, અને મોરચા બાંધી દીધા. મેદનીરાય ધારમાંથી નાસીને મદદ લેવા સારૂ રાણાના દરબારમાં ગયો અને કિલ્લાવાળાને કહેવરાવી મોકલાવ્યું કે સલાહ કરવાની વાત કરી એક માસની મોલત માગવી એટલી વેળામાં રાણાને કુમકે લાવું છું, રાણ કીમતી ઝવેરાતની લાલચ ને કેટલાક નામીચા હાથીઓની લાલચથી કે જે મેદનીરાયના સંબંધથી સુલતાન મહેમુદ પાસેથી મળ્યા હતા. ભારે સન્યા સાથે સારંગપુર સુધી આવ્યો,
૧ બાદશાહની દયા ઉપજાવતી હાલત, રજપુતો સામા ગુજરાતીઓ.