________________
દેશમાંથી રસ્તો કાઢી જવું મેળવને પિતાના દેશ ગુજરાતમાં આવ્યો.
સને ૮૬૩ હિજરીમાં સુલતાનને આયુષરૂપી પ્યાલો ભરાઈ ગયો તેથી ખુદાની રહેમતે પહોંચ્યો અને સુલતાન એહમદના ઘુમટમાં બાપની બાજુએ દટાયે. તેણે આઠ વર્ષ, સને ૮૬૩ હિજરી. છ માસ ને તેર દિવસ રાજ કર્યું. સુલતાનના મૃત્યુ વિષે બીજાં પણ કારણો કહેવાય છે તે મિરાતે સિકંદરીમાં લખાયાં છે.
સુલતાન દાઉદ. (સુલતાન અહમદશાહને કુંવર-સુલતાન કુતબુદદીનને કાકે)નું
રાજ્ય ( બાદશાહત ) સને ૮૬૩ હિજરી ૬ ઠી તારીખ માહે રજબ સુલતાન કુતબુદીનના જન્નતનશીન થયા પછી ત્રીજે દિવસે મોટા દરજજાના પ્રધાને અને ઉંચા મેહલોવાળા અમીરોના અભીપ્રા- ૮૬૩ હિજરી. યથી સુલતાન દાઉદ બીન સુલતાન એહમદ તખ્ત ઉપર બેઠે.
પરંતુ તે રાજ્ય કરવાના ગુણ ધરાવતો નહતો તેથી નાલાયક કામે કરવા લાગ્યો તેથી ઇમાદુલ મુકે અમીરની સલાહથી સુલતાન કુતબુદીનનો શાવક્ષભાઈ કે જેનું નામ ફતેહાન હતું અને તે પીર શાહે આલમ સાહેબના રક્ષણમાં હતો ત્યાંથી તેને લાવ્યા. જ્યારે ભદ્રમાં દાખલ થયે તે વખતે નોબતના નાદે અને રણશીંગાની ફુકો સુતાન દાઉદના કાનમાં પહેચી, જેથી ખરી હકીકતથી માહિત થઈ સાબરમતી નદીની ખડકીના રસ્ત પોબારા ગણી ગયે. તેણે એક માસ ને સાત દિવસ રાજ ભોગવ્યું,
વાયકા--પદભ્રષ્ટ સુલતાન દાઉદે શેખ ઘનરૂમી સાહેબની દગાહમાં ફકીર બની ખુરાની ખેાળ ઉપર લગાડયું, થોડા દિવસમા તે તે શોધના. ઘણે આગળ વધે પછી તે દિવસોમાં જ આ સંસારનો ત્યાગ કર્યો.
- -
-
- -
-
-