________________
[ ૨૬ ]. ડુંગરામાં વસાવ્યા. અને ત્યાં તેને કોટ બાંધ્યો, ત્યારપછી કારીઠા કસબાને કે જે સુલતાન અલાઉદીનના વખતમાં અલગખાંએ સન ૭૬૪માં વસાવેલો હતો તેને મરામત કર્યો અને તેનું નામ સુલતાને આબાદ રાખ્યું.
૮૩૦ હિજરીમાં ફરીથી ઈડર તરફ લશ્કર લઈ જઈ ચઢાઈ કરી ત્યારે રાજા નાસીને ડુંગરોમાં સંતાઈ ગયો, સુલતાને હાથમતીના કાંઠા ઉપર ઈડરથી દશ ગાઉ ઉપર ૮૦૦ હિજરી. ગુજરાતની સરહદ આગળ શહેર એહમદનગર વસાવ્યું અને તેની આસપાસ કઠણ પથ્થરનો કોટ બંધાવ્યો અને પિતાને જાથુક રહેવાની તે જગ્યા બનાવી
સને ૮૩૧ હિજરીમાં લશ્કર કટને વાતે નીકળેલું હતું તે વખતે ઈડરના રાજા પુંજાએ તે લશ્કર ઉપર ચડાઈ કરી લશ્કરનો સેનાપતિ હાર પામી ગયો અને સન્યા ૮૩૧ હિજરી. સાથેના હાથીને પુજે લઈ ગયો, છેવટે વિખરાએલી ટુકડી ભેગી થઈ પુંજાની પેઠે ગઈ ભોગજોગે એક ઘાંટી આગળ પહોંચી કે જેની એક બાજુએ પર્વત છે કે જેની ટોચ આકાશે અડેલી છે અને બીજી બાજુએ ખે છે કે જે પાતાળે ગઈ છે અને વચમાં એટલોજ માર્ગ છે કે જેમાંથી એક સ્વાર ઘણી અડચણે જઈ શકે, જ્યારે તે સાંકડી ગલીમાં સંપાયો અને સુલતાનનું લશ્કર પાછળથી આવી પહોંચ્યું, ત્યારે હાથીવાળાઓએ હાથીઓનાં મસ્તકે ફેરવી દીધાં અને પંજા ઉપર હાંકી દીધા પુંજાને ઘેડ ભડકો અને ખોમાં પડે; પડતી વખતે તરત જ પ્રાણત્યાગ કર્યો. સુલતાનના તેજ લશ્કરના માણસો હાથીને ઝાલીને લઈ આવ્યા, પરંતુ પંજાની શી વલે થઈ તેની કોઈને ગમ પડી નહી, બીજે દિવસે એક કઠીયારો તેનું માથું વાઢી સુલતાનના દરબારમાં લાવ્યો. ત્યારપછી બે વર્ષ સુધી પિતાની રાજધાનીમાંજ સુલતાન રહો, ને પિતાના રાજના બંદોબત શિવાય બીજાના મુલકની કંઈ પરવા કરી નહીં અને લશ્કરનો બંદોબસ્ત તથા રાજનો વહીવટ પ્રમાણીક પ્રધાન અને શુભેચ્છક સરદારના અભિપ્રાયથી એવી રીતે કર્યો કે રસીપાઈઓ અડધા પગાર પેટે જાગીર લે અને અડધો પગાર રોકડ લે, કેમકે આખો પગાર રોકડો આપે તે રેકડ ખરચ કરતાં વધે નહીં અને સીપાઈઓ ખરચની તંગીમાં રહે અને દેશરક્ષા તરફ લક્ષરહીત રહે જે અડધા પગારમાં જાગીર મળે તો જ