________________
[ ૧૭ ] સુંદર પથ્થરની ને તે હાલસુધી કાયમ જ રહી છે. તે વિષે એવું કહેવાય છે કે તે સુલતાનની જ બનાવેલી છે, અને લોકોમાં પણ એવું પ્રસિદ્ધ છે કે તે ઘણું બાદશાહના વખતમાં બંધાઇ છે. કેટલાક ભૂલભરેલી રીતે પણ વર્ણન કરે છે ને કહે છે કે, તે એક દેવલ હતું તેને બદલીને મસીદ કરી છે; ખરું જોતાં તે ઘણી ઉંચી પદવીની મસજીદ છે. તે વખતે તે વસ્તીના મધ્યમાં હતી અને આ વખતે વસ્તીથી વેગળી પડી છે. પાટણ શહેરની મેટાઈ પોહોળાઈ કે જે જુના વખતમાં હતી તે, તેના જુના વખતનાં ખંડેરોથી જણાઈ આવે છે. તે શહેર ત્રણ ગાઉસુધી હાલની વસ્તીથી આસપાસ ફેલાએલું હતું. હાલમાં ઇટો અને રોડ કે જે આ કથનને સિદ્ધ કરી આપેછે તે ઠામઠામ જંગલમાંથી મળી આવે છે, અને જુના બાર બુરજેની નિશાનીઓ પણ કેટલીક જગ્યાએ રહી ગઈ છે. કાળ વિત્યાથી ઘણેખરે ફેરફાર વસ્તીમાં બમણીવાર થઈ ગયો ને ધીમે ધીમે જુનાં ખંડેરે ગુમ થઈ ગયાં. રાજાઓની છેલ્લી હકુમતના વખતે ડેરાંઓ વિગેરે ઇમારતો બાંધવાને વાસ્તે એટલા બધા આરસપથ્થરે અજમેરથી લાવવામાં આવેલા કે તેમાંથી વધેલા હાલસુધી ખોદવાથી ભેંયમાંથી નિકળી આવે છે. શહેર એહમદાબાદ વિગેરેમાં વપરાએલા સઘળા આરસપથ્થરો ત્યાંથી જ લાવવામાં આવેલા.
ટુંકમાં અલગખાન વીશ વર્ષની મુદત સુધી ગુજરાતના સુબાકિય ભાગના દેશના બંદોબસ્તમાં ગુંથાએલો રહ્યો, ને સુલતાનની હુકુમતના છેલ્લા દિવસોમાં સુલતાને તેને હુજુરમાં બોલાવ્યો, અને મલેક ના બની દુશ્મની અને અદેખાઈને લીધે તેને મારી નાખવામાં આવ્યો. આ વખતે મલેક નાયબ (મુખ્ય પ્રધાન) આ રાજપની ગુપ્ત કામગીરીથી પુરો વાકેફગાર હતો અને તેની જ ઉશ્કેરણીથી ખિઝરખાનને પણ ગ્વાલીઅરના કિલ્લામાં કેદ કરી દીધું. તેના થોડા દિવસ પછી સુલતાનને જલંદરનો રોગ ઉત્પન્ન થયે, ને એકવીશ વર્ષ રાજ કરી સને ૭૧૭ હિજરીમાં આ દુનિયાને ત્યાગ કર્યો.
દેહરે. નોબત કાળની ડણ ડગે, ને નાસમ નાસી થાય,
પર જે ખુશરૂ આ ગયા, જુઓ જમશેદ આ જાય. કહે છે કે સુલતાનને મલેકનાયબે ઝેર દર માર્યો હતો, અને ખિઝર