________________
. [ ૭ ] પ્રમાણે કરવાને બંધાએલો છું તેમ આખી ઉમરમાં પણ તેથી કદી વિરૂદ્ધ થશે નહીં અને સઘળું સેનું, માણેક જે ભરતભૂમીની ખાણમાંથી નિકળશે તે ગઝનીમાં સુલતાની ભંડારમાં દાખલ કરીશ, પરંતુ મારા સગામાં બીજે માણસ દાબુસલીમ નામનો છે તે મારી સાથે ઘણું શત્રુતા રાખે છે, અને કેટલીક વાર મારી અને તેની વચ્ચે ભારે લડાઈઓ પણ થઈ છે; એમાં કંઈપણ સંદેહ નથી કે, જે તેને સુલતાનના પાછા ફરવાની ખબર સાંભળશે તો મારા ઉપર ચઢી આવવાનો મનસુબો કરશે, અને મારા રાજ્યઉપર ચઢી આવી તેને જીતી લેશે. જે સુલતાન તેની તરફ જાય અને તેનો ભય મારા માથેથી દૂર કરે તે ખુરાસાન અને કાબુલની ઉપજની જેટલી ખંડણી થશે તેટલી દરેક વર્ષે ગઝનીના ખજાનામાં મોકલતો રહીશ. સુલતાને કહ્યું કે અમે ધર્મના હેતુથી આવ્યા છીએ અને ત્રણ વર્ષ થયાં ગઝની ગયા નથી. હવે તો માત્ર ત્રણ વર્ષ ઉપર છ મહીના થાય તો થાય એમ કહી તે દેશ ઉપર ચઢાઈ કરી. સોમનાથના લોકોએ દાબુશલીમ મુરતાજને કહ્યું કે તે આ સારું કામ કર્યું નથી કે સુલતાનને આવી રીતે લલચાવી આ કૃત્ય કરાવ્યું. જે માણસને ખુદાએ વહાલો કર્યો અને આબરૂ તથા માનને પાત્ર કર્યો તે તમારી ખટપટથી હલકો થશે નહીં. આ વાયકાને સુલતાન સુધી પહોંચાડી તેથી ગુંચવણમાં પડ્યો, પરંતુ તેણે સઘળી સામગ્રી કરી લીધી હતી તેથી વિચાર બદલ્યો નહીં, ટુંકમાં તે રાજમાં દાબુશલીમનું રાજ જીતી લીધું, અને તેને કેદ કરી દાબુશલીમમુરતાજને સપી દીધો, અને ભલામણ કરી કે અમારા શાસ્ત્રમાં રાજાઓને મારવામાં લાંછન છે, અને કેટલાક તો રાજકર્તાને મારી તેના ઉપર સઘળો સત્તાધિકાર ચલાવે છે અને આ દેશનો એ ધારે છે કે જ્યારે શત્રુઉપર જય મેળવાય ત્યારે તો પોતાના રાજ્યાસન તળે એક અંધારું ઘર કરે છે, અને તેને ત્યાં ગાદી ઉપર બેસાડે છે, અને તેનાં સઘળાં ઠારો બંધ કરે છે, તેમાં એક ગોખલો ખુલ્લો રાખે છે તેને દરરોજ ખાલી કરે છે તે પછી ભરી લે છે. તે રાજા જ્યાં સુધી રાજ ભોગવતો છે ત્યાં સુધી તેને તે પ્રમાણે રાખે છે, કે જેથી તેનો શત્રુ આ પ્રમાણે પોતાના દહાડા ગાળે. હવે મને એટલી સત્તા નથી કે તેને આ પ્રમાણે કેદ કરી રાખું, તેમ તેને મારી પાસે મોકલવાથી તેને આ પ્રમાણે બંદીવાન કરવાની શક્તિ નથી. જે સુલતાન પિતાની સ્વારી સાથે ગઝની લઈ જાય તો આ દેશને હું ખાત્રીપૂર્વક બ દેબસ્ત કરીશ. સુલતાનની કૃપાથી આ ઉપકાર કંઇ મુશ્કેલ નથી. સુલતાને આ