________________
' '૯ રાજા અજેપાળ-ત્રણ વર્ષ, એક મહીને અને બે દિવસ પિતાના પાટવીને ઝેરથી ભારી ગાદી ભોગવી.
૧૦ રાજા લખુ મૂળદેવભીમદેવના ભાઈએ વીશ વર્ષ સુધી ગુજરાતતો ગાદી ભોગવી. નીમંદ સોલંકી ગુજરાતમાં રાજ કરતો હતો તે વખતે સને ચારસે સોળ હીજરીમાં સુલતાન મેહમુદ ગઝનવીધર્મ કાર્યને મુલતાનની વાટે સોમનાથ તરફ ઝુંડે ઉડાડતો. આવ્યો, ને તેને રસ્તો પાટણની હદમાંથી નિકળ્યો, રાજા નીમદે તેની સાથે યુદ્ધ કરવાની પિતામાં આય ન દીઠી તેથી પાટણ મુકી નાસી જવાની તેને ફરજ પડી. સુલતાન મહમુદે પાટણ સર કર્યું, અને સેનાની જે ખોટ હતી તે ત્યાં પુરી કરી સોમનાથ તરફ કુચ કરી ગયે, અને મજકુર વર્ષના છલકઅદ મહિનામાં ત્યાં જઈ પહોંચ્યો. સોમનાથ ઉપર જય મેળવ્યા પછી તેને ખબર થઈ કે પાટણના રાજા નીમંદ જયવત બાદશાહના ત્યાં પધારતી વખતે નાસી ગયો હતો તે હાલમાં એક કિલ્લામાં ભરાઈ બેઠે છે, અને અહીંથી તે કિલ્લો પીસ્તાલીસ ગાઉ થાય છે. સુલતાન મહમુદને તે કિલ્લો છતી લેવાની ઈચ્છા ઉત્પન્ન થઈ અને તે તરફ વધ્યો, જ્યારે તેની હદમાં ગયે ત્યારે ત્યાં જુએ છે કે, અતીશે ઉંડા અને પહોળાં પાણીએ મજકુર કિલ્લાને ઘેરી રાખેલો છે, આ જઇ તેણે બે તારૂઓને બોલાવ્યા અને પાણી કેટલું ઉંડું છે તે તેમને પૂછયું, તેઓએ ઉત્તર આપ્યો કે હાથીઓથી જ જઇ શકાય છે. જે જતી વખતે સમુદ્રમાં ભરતી આવશે તે સઘળા નાશ પામશે. સુલતાન મેહમુદે ભવિષ્યકાલના મંત્ર ભણી ખુદા ઉપર ભરૂસો રાખી તમામ લશ્કર સહિત પાણીમાં ઘેડ નાખ્યો અને સહિસલામત કિલ્લાની દીવાલે જઈ પહોંચ્યો. જ્યારે રાજા નર્મદે તેઓને જોયા ત્યારે એકલો જાતે નાસી ગયો, લશ્કરીઓને ભારે લુટ મળી અને કિલ્લાવાળા સઘળા માર્યા ગયા. રિઝનુસફા નામના ઇતિહાસકર્તાએ આ જગ્યાએ એક નવાઈ સરખી કહાણી લખી છે.
સુલતાન મહમુદ ગઝનવીનું સોમનાથ સર કરવું.
કહાણી–એવું કહે છે કે જ્યારે સુલતાને સોમનાથ ઉપર જય મેળવ્યો ત્યારે એવું મનમાં આવ્યું કે થોડાક વર્ષ ત્યાં વિશ્રામ લેવો, કેમકે તે રાજ ઘણું જ સુંદર અને વિશાળ હતું; વળી પણ બીજી નવાઈસરખી
૧ ઈ. સ.