________________
| [ ૪૨૮ ]
'રીઈદ અકીલખાએ પિતાની અમલદારીની શરૂઆતના વખતે આ બનાવથી રઇયતના પિકારનું કામ સારું નથી, એમ ધારીને તેણે મારા પિતાને નાયબ ઠરાવીને મોકલી દીધા. તે વખતે હું પણ તેમની સેવામાં હાજર રહી ગયો હતે. મતલબકે, અમો સોજીત્રા ગામે પહોંચી ગયા. ત્યાં જઈને તે લોકોના મનમાં શું છે અને તેઓ શું માગે છે તેની માહિતી મેળવીને સંતોષ આપી કામ પૂરું કરવાના હેતુથી ચાર-પાંચ દિવસ ત્યાં મુકામ કરીને રહ્યા, અને તે લોકોને શાંત પાડીને પોતાની સાથે ખંભાત લઈ ગયા. પછી ત્યાંના કામકાજ તથા કારોબાર કરવામાં રોકાઈને ઘટતી સલુકાઈનો ઉપયોગ કરીને જુના અમલદારોના કરેલા નવા નવા ધારાઓને કાઢી નાખ્યા, કે જે હાલ સુધી પણ કહેવત અને કામના કાયદા સરખા થઈ પડ્યા છે. ત્યારબાદ હજુરમાંથી એવો હુકમ આવ્યો કે, સુબાદિયાન, અખબારી અને હલકારાઓએ માલ અને સાયરખાતાના કામમાં હાથ ઘાલવો નહિ, અને તેમણે પિતાના ગુમાસ્તાઓને ઉઠાડી લેવા. આ વખતે મહારાજા અજીતસિંહ ઉપર અમીરૂલ ઉમરા બક્ષિ ઉલમ માલીક રૌઈદ હસન અલીખાએ ચડાઈ કરી હતી, તેને પાસે આવવાની શરતથી ખર્ચ બદલ પચાસ હજાર રૂપિયા અમદાવાદના ખજાનામાંથી આપવાનો હુકમ થયો અને તેના પરવાના આવતાં ચાલીશહજાર રૂપિયાના પરવાના રાજા મોહકમસિંહ નાગોરવાળાને મદદ ખર્ચ દાખલ આપવામાં આવ્યા.
શહેરને સાયર મહાલ કે જે, બાદશાહ ઔરંગજેબના વખતથી સુબાની જાગીરમાં કપાતું હતું, તે આ વખતે ખાલસામાં દાખલ કરવામાં આવ્યો, અને શેરજાદખાનને કાપડ સને ૧૧૨૬ હિજરી. ગાંસડી અને કરોડગીરીની તેમજ દરોગાની જગ્યા ઉપર અમલદાર ઠરાવવામાં આવ્યો, જેથી તે અત્રે આવી પહોંચ્યો અને તેની અરજ ઉપરથી હજુરમાં સાંભળવામાં આવ્યું કે, ઘી, રૂ અને બીજી જણસ છુટક મંડાઇઓમાં ખરીદ કરાય છે અને વેચાય છે, તેથી તેમનું મહેસુલ જેટલું જોઇએ તેટલું સરકારમાં વસુલ થતું નથી. તેવી જ રીતે ફળ અને ભાજીઓ ઉપર જેવી રીતે બીજા સુબાઓના રાજ્યમાં હાંસલ આપે. છે તેવી રીતે અહિં બિસ્કુલ હાંસલ લેવાતું નથી, તેથી એવો આશા છે કે, મંડાઈએ હરાવવાના કામમાં એવો ઠરાવ કરવો કે, એક જાતનો સઘળો