________________
[ ૪૨૭ ;
દાઉદખાન સુબો, બાદશાહી ફરમાનને માન્ય કરીને આ તર. આવવવાના મનસુબે ઔરંગાબાદથી રવાને થઈ મજલપર મજલો મારતે પંય કાપી શહેરની નજીક આવી પહોંચ્યો. તે વખતે અબદુલ હમીદખાન તથા સુબાના તેનાતીઓ તેને મળવા માટે સામે ગયા. તે સન મજકુર (૧૧૨૫ હિ૦)ના શવ્વાલ માસની પહેલી તારીખે શહેરમાં દાખલ થયો અને શુભ મુહુતે ભદ્રમાં દાખલ થવાના ઇરાદાથી સાબરમતી ઉપર બાંધેલા મુહમદ બેગખાનના ઘરમાં ઉતારો કરી નિર્ધારેલાં મુહુર્ત વખતે ભદ્રમાં દાખલ થયો, પરંતુ તે કિલ્લાની બહાર સાબરમતીના કિનારાપરની રેતીમાં તંબુ ઠોકીને તેમાં ઘણા દિવસો સુધી પડી રહ્યો. આ માણસ લશ્કરી પ્રકૃતિને અને ખાવા-પીવાને શોખીન હતો તેથી ભદ્રને મુલ્કી તથા માલી કારોબાર દક્ષિણી બ્રાહ્મણોને આપી દઈ પોતે જાનવરોના ખેલ તમાસામાં વખત ગાળતો હતો અને શિકારી કુતરા જે પિતાની સાથે લાવેલ હતો તેમને રમાડી સ્વ મનોરંજન કરતો હતો. આ વખતે સેઇદ અકીલખાન કે જે મદદ કરવા માટે સુરત ગયો હતો તે પાછા ફરીને અત્રે આવ્યા, તે વખતે ખંભાત બંદરના મુસદી અહસનુલ્લાખાનની બદલી થવાથી તે જગ્યા હજુરમાંથી તેને આપવામાં આવી, જેથી તેણે સદાનંદ નામના માણસને પતાનો નાયબ બનાવી ત્યાં મોકલાવ્યો.
રૌઈદ અહસનુલ્લાખાને રૈયતની સાથે સારી સલુકાઈ વાપરી નહોતી તેમજ ત્યાંના લોકોના દિલમાં દંગે-ક્રિસાદ કરવાની કુબુદ્ધિ ફેલાઈ રહેલી હોવાથી તેના નિકળતી વખતે કેટલાક લોકોએ ભેગા મળીને ઘણું ભારે હુલ્લડ મચાવી દીધું અને ભારે બેઈજતી કરીને બજાર વચ્ચે પથરા તથા ઢેખાળાને વર્ષાદ વરસાવી દીધો. એ પ્રમાણે તેઓ બે ગાઉ ઉપર આવેલી કસારી સુધી કરતા રહ્યા, તે (અહસનુલ્લાખાન) પિતાના ઉપરી અધિકારીઓની સાથે ખટપટ કરતો હતો તેથી આ અણબનાવના તમારા અમલદારો અને સુબાને પહોંચતા હતા અને રાયત પણ દિલી જવા માટે ઘણું વખતે કેડ બાંધી તૈયાર થઈને અરજીઓ કરતી હતી, તેવામાં ગજેગે સૈઇદ અકીલખાનને મોકલેલ નાયબ સદાનંદ મરી ગયો અને આ લોકોની દીલ દુઃખાવનારી લુચ્ચાઈના લીધે સદાનંદે એક જાતની નાખુશી જણાવી હતી. રઇયત વર્ગના કેટલાક માણસો નાખુશ થઈને બહાર નીકળી અરજી કરવા માટે અમદાવાદના રસ્તા પર અને ખંભાત બંદરથી બે ગાઉ ઉપર આવેલા સોજીત્રા ગામ આગળ આવી પહોંચ્યા.