________________
[
૧૮ ]
તેથી તે પોતે પણ તે તરફ રવાને થઈ ગયો. તે પછી મુહમદબેગખાનને સુબાનો કારોબાર અને સુબાના તાબાના થાણદારો તથા ફેજદારે ઠરાવવા વિગેરે બંદોબસ્ત કરવાનું કામ પૂર્ણ રીતે ચલાવવા માંડ્યું. તેણે ફકત ત્રણ માસ સુધી નાયબ સુબાનું કામ કર્યું અને પછી તેને સુરતબંદરના મુસદી દિલાવરખાનની બદલીમાં તે જગ્યાએ નિમવામાં આવ્યું. એકતાલીશમ સુબે આસેફલા અસદખાન.
સને ૧૧૨૪ હિજરી. બાદશાહી હજુરમાંથી છહજાર રૂપિયાની નિમણુકવાળા અને છે હજાર ઘેડાના ઉપરીપણાની પદવીવાળા સર બુલંદખાનને નાયબ સુબાની જગ્યા ઉપર નિમવામાં સર બુલંદખાન. આવ્યો અને તેણે પોતાને ત્યાં પહોંચતાં પહેલાં
બહાદુરની
નાયબી. સુબાના કુમકી ઇલતિફાતખાનને પોતાના તરફથી સઘળું કામ સંભાળી લેવા માટે લખી મે કહ્યું, જેથી તેણે માહે શાબાન માસની પાંચમી તારીખે તે કામ પોતાના હસ્તક લીધું. તે વખતે મુહમદ બેગખાન સુરત બંદર તરફ રવાને થયો.
સર બુલંદખાન હજુરમાંથી માનભરેલો પોશાક લઈને અમદાવાદના સુબા તરફ પહોંચવાને મનસુબે નિકળ્યો અને મજલા પર મજલો મારતો લાંબો પંથ કાપી સુબાની સરહદ નજીક પાવેલા સાગવાડે પહોંચ્યો અને તેને લુંટીને આગળ વધી માહે શવ્વાલ માસમાં ગુરૂવારના રોજ શહેરમાં દાખલ થયો અને કામકાજ કરવું શરૂ કર્યું. તે પછી અબદુર રહેમાન તથા પિતાના સાથવાળા અબદુરરહીમ જમાદાર–એ બંને જમાદારને શણગારેલા લશ્કરની સાથે પૂર્ણ તોપખાના સહીત સુબાના બંદોબસ્તને વાસ્તુ અને લુચ્ચાઓને શિક્ષા દેવા તથા પેશકશી વસુલ કરવા માટે રવાને કર્યા, તેઓએ ફીસાદી કોળીઓના રહેઠાણના ચુંવાળ ટપામાં જઈને તેમનાં ગામડાંઓ લુંટી લીધાં અને તેમનામાંના કેટલાકને પકડ્યા તથા માર્યા, જેથી તે જીલ્લાનો ઘણો જ સારો બંદોબસ્ત થઈ ગયો, અને સર બુલંદખાને એક ટુંક લખાણના દસ્તાવેજ ઉપર મહોર કરી. તે દરતાવેજ ઉપર મોટા કાજી ખાજા અબ્દુલ હમીદખાન અને દીવાન શરીઅતખાન, મહેરખાં બક્ષિ અને અખબારીએ પણ પિતાની મહેર કરી. તેમજ