________________
[૪૨]
જે માલ રજુ કરતા તે ઉપર દર સેકડૅ મુસલમાનેા પાસેથી અર્ધા રૂપિયા અને હિન્દુઓ પાસેથી એક રૂપિયા સુખાની ગાલકના ઠરાવેલા હતા અને તેની વસુલાત કરવા માટે પોતાના એક ભરાસાદાર માણસને ઠરાવી ત્યાં તેને બેસવાની જગ્યા આપેલી હતી. હવે આ નવા કરા જે ચાલુ થયા તે વિષે ખરૂં જોતાં સુખાને મહેસુલી ખાતાંમાં ઠરાવેલાં મહેસુલ સિવાયના માલને ઓળખવાની કે કિમ્મત કરવાની સત્તા નહેાતી, સરકારી મુસદી ફાયદા પ્રમાણે કામ કરતા હતા. આ વખતે મહેસુલ ખાતાંના એક અધિ કારીને અધિકાર મળ્યા છે, તથા સરકારી મુસદીએ તેા ક્ત જોવાનાજ છે. બીજો નવા નખાયલેા કર તે વખતના ભાજી તરકારી ઉપરના હતા અને બુરહાનપુરમાં જુના વખતથી તરકારીની મડાઇમાં ભાજીપાલા ઉપર હાંસલ લેવાય છે, કે જેને અમદવાદના સુબાના રાજ્યમાં કદી પણુ અમલ થયા નથી. ખાન પીરેાઝજંગ કે જે, જેવા અમદાવાદની સુએગીરી ઉપર આવ્યા કે તુરતજ તેણે મહાલામાં પુછાવી મગાવ્યું, ત્યારે જાહેર થયું કે, અહિં એ માલ ઉપર હાંસલ લેવાતું નથી. તે ઉપરથી તે માલ ઉપર હૂલકું મહેસુલ લેવાને ઠરાવ કરવામાં આવ્યા; હમણા તે ઉપર રૂપિઆને વધારા થયા છે અને શહેરના દરવાજા ઉપર કારકુના રાખવામાં આવ્યા છે, કે જેઓ તરકારી અને મેવાવિગેરે ફળ ફુલાદી માલની નોંધ કરતા રહે. તે પછી ધીના બજારમાં જે માણસા ધીભર્યા વાસણા માથે ઉંચકીને લાવેછે તે ઉપર પણ નવા કર નાખવામાં આવ્યા, કેમકે એ એ મહાત્રે જુદા થયેલા છે.
જ્યારે પીરાઝજંગખાનના મૃત્યુની ખબર હજુરમાં પહોંચી ત્યારે તે ઉપરથી સુબાદિવાન ઉપર હુકમ આવ્યા કે, તેના માલ ઉપર જપ્તિ કરવી અને તે વખતે અમાનતખાનને, અખબારીને અને ખબરપત્રીને સાથે રાખી પૂરતી સંભાળથી કામ લેવું, કે જેથી એક કાડી પણ ગેરવલે જવા પામે નહિ, તેમજ લેશ માત્ર પણ મુકી દેવામાં આવે નહિ અને તેના કાગળેા હજુરમાં મેાકલાવી અ.પવા. તે વખતે સુભાના હલકારાની એવી અરજ હજુરમાં આવી હતી કે, મુસદીએ ફિરાઝજંગખાનનું ધર ઉધાડીને સિપાઇઓ તથા ખીજમતદારાને કાગળો ઉપર નાંધ કર્યાં વગર નાણાં આપી દીધાં છે અને હજીપણુ આપેછે, તેમજ આપવાનાં કારણથી તેને ઉપયેાગ પાતેજ કરી લે છે તથા જયસિનદાસ દિવાન કારખાનાના કાગળોને રદ બદલ કરેછે, તેથી સુખાદિવાન ઉપર હુકમ આવ્યા કે, આ