SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૦] કાજમાં શામેલ કર્યા, મુહમદ કુલીને જાતિકા બસેા રૂપિયાનું મનસત્ર અને ત્રીશ સ્વારે। આપ્યા. કાજીમબેગના દીકરા ઇબ્રાહીમ કુલી તથા કાસમકુક્ષીને જાતીકા સા રૂપિયા પગારનું મનસબ કે જે વિષે ઇબ્રાહીમખાંએ તજવીજ કરી હતી તેની મંજુરી આવેથી આપવામાં આવ્યાં. આ અવસરે હજુરના સાંભળવામાં આવ્યું હતું કે, અમદાવાદ તાખાના અખબારી તથા વૃત્તાંતિ અધિકારીએ એવું ધારેછે કે, પેાતાના ગુમાસ્તા લુગડાંમાં ગોટાળા કરેછે, તે ઉપરથી સરકારી હુકમ આવ્યા કે, બાદશાહ ઔરંગજેખના વખતમાં એવા ઠરાવ થયા હતા કે, અખબારી તથા વૃતાંતિના ગુમાસ્તાઓએ માલ ખાતાંમાં હાથ ઘાલવે નહિ, માટે તે હુકમના ખરાખર અમલ કરવા અને તે લેાકેા પગ પેસારા કે હાથ ઘાલવા પામે નહિ. તે સાથે એ પણ હુકમ થયા કે, આલગિરી પૈસાને ભાંગીને બાદશાહના વખતમાં તેમના ઉપર એકવીશ માસાને સિક્કો પાડવામાં આવ્યા હતા તે વખતે એજ વજનના પૈસા ઘણા દીવસ સુધી ચાલુ થયા હતા અને ક્રીથી એજ આલમગીરી થઈ પડયા. સરકારી વાટ ખાતાંનાં કાપડતી ચીજો અને બાદશાહજાદાના કારખાનાંની વસ્તુએ કે જે, અત્રેથી રવાનાં થયેલી તે મરેડા લેાકેાની ખબર સભળાતાં પાછી લાવવામાં આવી. બાદશાહી સ્વારી કામમ્બખ્શ ઉપર ફતેહ મેળવી દક્ષિણથી હિન્દુસ્તાન તરફ પાછી કરી. તે પછી સુખા દીવાનને હુકમ કરવામાં આવ્યેા કે, ધારા પ્રમાણે જે કાંઇ નાણાં ખાનામાં હેાય તે સઘળું ધન લઇ હવ્વુરમાં પહેોંચાડ્યું અને તમારે માળવાના સુખાની સરહદમાં આવી ખાદશાહી સ્વારીને મળવું તે સિવાય એ પણ હુકમ થયા કે, શાહેઆલમ સાહેબની દરગાહના પુસ્તકાલયમાં હજરત ઇમામ મુસા રજાના દીકરા હજરત અલીના હાથનું લખેલું જે કુરાન છે તે ત્યાંના ગાદીવાળા પાસેથી લઇને હજીરમાં માકલવું, કેમકે તેમની લખવાની રૂઢી અને તેમના અક્ષર કેવા હતા તે જાણવા તથા તેનાં દર્શન કરવાની ઘણીજ ખત છે. તે ઉપરથી અબ્દુલ હમીદખાને તે ગાદીવાળા પાસેથી તે કુરાન જેવા દાખલ લીધું અને તે ખજાનાની સાથે રવાને થયેા. જ્યારે રસ્તે જતાં સાંવલી મુકામે પહેાંચ્યા ત્યારે સઇદ અકીલખાન કે જેતે સલાબતખાન બાબીએ ત્યાંની ફેોજદારી ઉપર નિમ્યા હતા તેને લશકરી ટુકડીના વધારા દાખલ પેાતાની સાથે લીધા અને સરકારી સ્વારી સુધી સાથેજ રાખી મળવાના સુબાના તાબાના
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy