________________
[ ૪૦૨ ] તવંગર લેકેની જાણ કરી ખુદાનો ઉપકાર માનવાની પ્રાર્થના કરવી અને અગણિત દયા પૂર્વકનાં કૃત્ય તથા બેસુમાર મહેરબાની કરી પહેલાં પ્રમાણે અમદાવાદની સુબેગીરી, તમે પ્રધાન ઉપર બહાલ રાખવામાં આવે છે.
તમારે રૈયતની સ્થિતિ સુધારવા, સરકારી મહેસુલ વસુલ કરવા, ચાર–લુટારૂ લોકોનો નાશ કરવા અને સુબેગીરીનો બંદોબસ્ત મજબુત રાખવા માટે પૂરતી સંભાળ અને સાવચેતી રાખવી. તે સાથેજ સુકૃત્યો કરવા પિતાના દીલને દોરવું. તારીખ ૧, માહે રબીઉલ અવ્વલ, સને ૧ (એક)
જુલુસ. આ ફરમાન આવ્યા પછી ઈબ્રાહીમખાન ધારા પ્રમાણે અદબ તથા વિવેકની સાથે તેને લેવાને ગયો અને તેની સાથે ભદ્રના કિલ્લામાં દાખલ થયો. હવે આ વખતે તોફાની કળીઓએ તોફાન-ફીસાદ કરવાને પગલાં ભરવા માંડ્યાં હતાં, તેથી ઈબ્રાહીમખાન તેના બંદોબસ્તને વાસ્તે કડીની પેલી બાજુએ ગયો અને તોફાન નહિ કરવાની જામીનગીરી લેવાને લશકર લઈ જઈ ચડાઈ કરીને પાછો ફરી આવ્યો. હવે તેનો મનસુબે નોકરીનું રાજીનામું આપી બાકીની જીંદગી એકાંતમાં ગુજારવાનો હતો, તેથી બીજો સુબો આવતાં સુધીના વખત માટે મુહમ્મદ બેગખાનને નાયબ સુબાની જગ્યા ઉધર નિમ્યો અને પોતે સન મજકુરના માહે રજબ માસની નવમી તારીખે દિલી તરફ રવાને થઈ ગયો. હવે મુહમદ બેગખાન, સુબાનો બંદોબસ્ત અને શહેરની સલામતી બરાબર રીતે કરવા લાગ્યો. તેની નાયબીની જગ્યાને હરાવ ખબરપત્રીઓના લખવાથી હજુરના સાંભળવામાં આવેલ હતો, તેથી સુબો આવે ત્યાંસુધી ખુતબાની તજવીજ તથા સિકાના ચલણના બંદોબસ્તનો હુકમ તેના તથા સુબાદીવાન ખાજા અબ્દુલ હમીદખાનના નામ ઉપર આવ્યો. બાદશાહના નામના સિક્કાની વિગત હજુ રમાંથી આવી હતી. શાહઆલમ બહાદુર બાદશાહ ગાજીના સિક્કાની વિગત,
એજ વખતે અખબારી લોકોના લખવાથી હજુરમાં ખબર થઈ કે, નાયબ સુબા મુહમ્મદ બેગખાને, મરેઠા લોકોને ફેલાવ કે જે સુરત અને અમદાવાદ વચ્ચે થવાનો સંભવ હતો તેવિષેની હકીકત સાંભળીને સુબા દીવાનને જાહેર ક્યું કે, સિપાઈઓ તૈયાર રાખવા અને સરકારમાંથી તોપખાનાની ગોઠવણ થવાની જરૂર છે. તે ઉપરથી દીવાને જવાબ દીધો કે, હજુર હુકમ સિવાય એક પણ દામ સરકારી ખાનામાંથી પગાર