________________
દિવાની.
[ ૩૯૫ ] ઓગણચાલીશમે સુબે ભ્રાહીમખાન,
સને ૧૧૧૮ થી ૧૧૨૦ હિજરી. શ્રીમત બાદશાહ રમોમા અભણા, બાદશાહજાદે મુહમ્મદ આજમશાહ પિતાને હવાપાણી મા નહિ આવવાથી સુબા દિવાન અબ્દુલ હમીદખાનને નાયબ ઠરાવી હજુરમાં જતો રહ્યો અને ત્યાં જઇને એ. અબદુલ હમીદખતની ગીરીનું રાજીનામું આપ્યું. તેથી કાશ્મીરના સુબા ઇબ્રાહીમખાનને અમદાવાદની સુખેગીરી આપવામાં આવી. અમદાવાદની મુબેગીરીની નિમણક કરતી વેળાએ જે
સરકારી ફરમાન પ્રગટ થયું તેની નકલ, અમીરી તથા ગૃહસ્થના ગુણ ધરાવનાર, ભારે ઉપકાર સંપાદન કરવાની યોગ્યતાવાળા, નિમકહલાલ કરમાં શ્રેષ્ઠ શુરવીરતા દર્શાવનાર અને સરકારી સેવામાં સર્વોત્તમ બહાદુરીનું ભૂષણ ધરનાર ઈબ્રાહીમખાને બાથહી પાઓની આશા રાખીને જાણવું જોઈએ કે, અમારા કાળજાની કોર, ઉત્તમ કુળવાળા શ્રેષ્ઠ જન્મ ધારણ કરનાર અને ઊંચી પીવાળા મુ.
મદ આજમશાહે પિતાની અમદાવાદની સુબેગીરીના ઓહાનું રાજીનામું ત્યાંનાં હવાપાણી માફક નહિ આવવાથી રજુ કરેલું છે, અને અમારી પવિત્ર ધારણાઓ તમારી યોજના, હુકુમત અને ડહાપણુ વિષે હમેશાં સારી અસર કરતી રહે છે, જેથી તમારી ઉપર ઉપકાર કરવા અર્થે તથા તમારી સેવાઓની બુઝ જાણીને તમને તે સુબાને તમામ કારોબાર તમારી જાતના હજાર રૂપિયાના લવાજમના વધારા સાથે એહજાર સ્વારો અને ચાલીસ લાખ દામ (નાણું) ઇનામ આપવામાં આવે છે. તમને અસલ તથા વધારો મળીને અમીરીપદે છ હજાર રૂપિયા મળશે અને પાંચ હજાર સ્વારે, તેમાં એકહજાર સ્વારે બેવડા મળી કુલ સાત હજાર સ્વાર, તેમજ ચાલીશ લાખ દામો ઇનામમાં મળશે માટે તમારે કાશ્મીરના સુબાના આવતાં સુધી ત્યાં નાયબ મુકીને વહેલાસર અમદાવાદ કw જવું જોઇએ.
હવે તે ઠેકાણે કામ કરતા બાદશાહજાદાનેજ સુબો નિમવામાં આવ્યો અને મોટા નામદાર અમીરને જ તે જગ્યા આપવામાં આવેલી, તે લોકોએ