________________
[ [ ૩૮૩ ]
તથા મુહમદ સલાબત, મુહમદ અશરણ તથા મુહમદ અસદ ગારી, ખલીલખાન, મુસાહેબખાન, માસુમ કુલી અને આઝમાબાદને ફોજદાર સૈયદ મુજફફર ઉર્ફે સૈયદ મસ્તુ અને પેથાપુરને થાણદાર મીર અબ્દુલ વહાબ નવા નોકરો સાથે ચાર હજાર સ્વારો અને તેટલા જ દિલ લઈને બાબા
પ્યારાના ઘાટ ઉપર પહોંચી સન્યા શણગારી મુકી હતી. જ્યારે તે (યુદ્ધન) વખત આવ્યો એટલે આફ્રિકન સિપાહીઓ તૈયાર થઈ ઉભા રહ્યા; આ વખતે દિવસને ઠાર કરી રાત્રીએ પિતાને ઘેર અંધકાર આકાશમાંની સર્વ જગ્યાએ ફેલાવી દીધો હતો.
આ યુદ્ધમાં ઘણાખરા નાહિમ્મત અને નબળા મનવાળા માણસ એક નિશ્ચયથી ટકી નહિ શકવાથી પેટની ઠંડી વરાળ બહાર કાઢતા બંડબડતા બડબડતા પિબાર ગણી ગયા, કેટલાકને અંત આવી રહેલ હેવાથી મરણ પામ્યા અને કેટલાક માણસો તે ભયંકર મેદાનમાંથી સહિસલામત બહાર નિકળી ગયા. તે વખતે મુહમ્મદ સલાબતખાન, મુહમ્મદ અસદ, મુહમદ અશરફ ગોરાની અને મુહમ્મદ શેર બાબીએ જોયું કે, હાથમાંથી કામ અને કામમાંથી હાથ નકામા થઈ પડ્યા છે અને મરેઠાઓનું લશકર થકેથોક છે, તેથી તેઓ અંતનો વિચાર કરી બહાર નિકળી આવ્યા. મરેઠી સ્વારો તેમની પાછળ પડ્યા અને ઝપાઝપી થઈ. તેમાં મુહમ્મદ શેર ઘાયલ થઈ જમીન ઉપર પટકાઈ પડે; મુહમ્મદ અશરફ હિમ્મત અને જવાંમરદીથી તેની મદદે વેળાસર જઈ પહોંચ્યું, અને તે તેને ઘોડો પહોંચાડવાનું ધારતા હતા તેવામાં તેને પોતાને જ ઘેડે મરણ પામે તેથી તે દિલ થઈ ગયો. હવે દીવસ પણ અસ્ત થવા આવ્યો અને મરેઠાઓ પાછા ફરી ગયા, જેથી રણભૂમી ખાલી પડેલી જેવામાં આવી. મુહમ્મદ શેરમાં ચાલવાની શકિત નહિ હોવાથી તેને ઉંચકી લીધે અને ઘણીજ મુશકેલીથી પડતાં આથડતાં કરનાલી-ચાંદોદ પાસેના માંડુગામમાં પહોંચાડી દીધો. મુહમ્મદ સલાબત તથા મુહમ્મદ અસદ બંને અમદાવાદ પહોંચી ગયા.
અબદુલ હમીદખાન કે જે, પિતાના સગાસંબંધીઓ તથા ઓળખીતા દેસ્ત આસનાઓને સાથે લઈ ઉભે થઈ રહ્યો હતો તે પોતે પણ દિલ થઈ ગયો અને પિતાના કેટલાએક સાથીઓ સહિત પકડાઈ ગયો. સૈિયદ મુઝફફર ઉસિયદ મસ્તુ ઘાયલ થયે, મીર અબદુલ વહાબ