SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭૬ ]. એવી રીતે છે કે, (સાચ-જુઠને દે, કહેનારના ઉપર છે) બાદશાહજાદાના ગયા પછી ના સુબા નિમાઈ આવતાં સુધી બાદશાહી હુકમથી અબ્દુલ હમીદખાન નાયબ સુબાનું કામ ચલાવી બંદોબસ્ત રાખતો હતો. આ વખતે મરેઠાઓ બાદશાહી રાજ્યમાં માથાના ફરેલની પેઠે ભમતા તોફાની હુલ્લડ કરતા હતા; તેઓએ લુંટફાટ કરી નાનાં નાનાં ગામડાં તથા કળાઓને બરબાદ કરી નાખ્યા હતા, અને જો કોઈ પણ તેમની સામે થતો તે તેની સાથે લડતા હતા, જેથી તેઓને હાંકી કહાડવા માટે સરકારી ફોજને મોકલવામાં આવી હતી અને સુબા તથા દીવાનને એવા હુકમ થયેલા હતા. કે, મરેઠ લોકો તો કાનો મચાવતા લુંટફાટ કરી પિતાના શત્રપણાના કામમાં આગળ વધવા પામે નહિ એટલા માટે એકબીજાને મદદ કરી રાહ-રસ્તાઓને પૂરતો બંદોબસ્ત રાખવો તથા જેમ બને તેમ તુરતમાંજ તેઓને નસાડી મુકવાની કોશિશ કરવી અને તે વિષેની ખબર વખતો વખત આ પતા રહેવું. તે ફરમાન અનુસાર વખતો વખતના સમાચાર મોકલવામાં આવતા હતા. હવે સુબાનું કામ કરનાર અબદુલ હમીદ પિતાની સાથે તેહનાતી મનસીબદારોને લઇને તે લોકોના આવતાં પહેલાં સુબાની સરહદ ઉપરના નર્મદાના ઘાટ આગળ તથા સુરત બંદર તરફ મુકાબલો કરવા ઉપડી ગયો. તે સિવાય બરાડ તથા ખાનદેશને સુબો અને સરહદના ફેજદારો કે જેઓની હદ સુરત બંદર સુધી આવેલી છે તે બધા પણ એજ ઈરાદાથી પિતાની જગ્યાએથી નિકળી આવેલા હતા. હવે બાદશાહજાદાની સ્વારી ઉપડી જવાની, અને અમદાવાદમાં કોઈ સુબે નહિ હોવાની તથા પોતાને હંફાવીને પાછા કહાડે એટલું લશ્કર નહિ હોવાની ખબર જ્યારે મરેઠાઓને મળી ત્યારે ધના જુદા આશરે બે હજાર મરેઠાઓને ભગા કરી આ તરફ કુચ કરી. આ ખબર સુરત બંદરનાં લખ્યા ણોથી નાયબ સુબાના સાંભળવામાં આવી, તેથી તેણે કાયમના ધારા પ્રમાણે નજરઅલીખાન, સફદરખાન બાબી, ઇલતિફાતખાન, સૈયદ ઈદરીસખાન, નડિયા યાદ ફોજદાર, મુહમદ ખાનને દીકરી-અલીમરદાન ખાન અને નિસબદારે ફોજદાર તથા થાણદારો એ બધાને નેકરીમાં બોલાવી આજ્ઞા કરી ? સુરતબંદર જઈ પૂરત બંદોબસ્ત અને કેશિશ કરી તે તેજાની લે છે પાછો હઠાવવા અને વડોદરાના ફોજદાર મુહમ્મદ પુરદિલ શેરાનીને લઈને વામાં આવ્યું કે, તમારે ત્યાંથી જ ફોજની સાથે મળી જઈ સરકારી કામમાં
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy