________________
[ ૩૧૦ ] ગુલામની સાથે મેળવતાં દાવેદાર સિવાયનું લખાણ હોય, એવી હાલતમાં જે એક દસકાથી વધારે થાય છે, તે વિષે તજવીજ કરી, શરતો પ્રમાણે જે તેનો માલેક તેની સાથે હોય તો, તે ઉપર જકાત લેવી જોઈએ, નહિતો નહિ લેવી જોઈએ. (૪) જો કોઈનો માલ બીજાની પાસે વેચાણની ભાગીદારીમાં હોય અને તે વિષે કંઈ ઝગડો થવા પામે તો તે થવા પામ્યા પછી જે વેચાણક નિસાબની ગણત્રીએ પહોંચી શકતો હોય તો, તેને જકાતના ધારા લાગુ થતાં વેચાણહકમાંથી જકાત લેવી જોઈએ. (૫) જે કોઈ મુસલમાન કોઈ માલ વિષે એવું જાહેર કરે છે, મારા માલઉપર વર્ષ વિત્યું નથી, અથવા મારી ઉપર એટલું દેવું છે કે, જે આપ્યા પછી પણ નિસાબ જેટલી રકમ મારી પાસે રહેતી નથી. મારી પાસેના જયુક માલ ઉપર બહારથી શહેરમાં આવતાં પહેલાં મેં ફકીરને જકાત આપી દીધી છે. મારો માલ વેપારી માલ નથી કે માલ ઉપર જકાત નથી. અથવા તે એમ કહે કે, આ માલ મારી મિલ્કતને નથી, પણ થાપણદાખલ અનામત છે. માલના માલિકને હું ઇજારદાર છું કે ગુલામ છું, તેવાં વચનોની જે તે પ્રતિજ્ઞા કરે તો, તે
બુલ રાખવા અને તકરાર કરવી નહિ. (૬) જે કોઈ મુસલમાન કોઈપણ પ્રકારના માલનો વેપાર કરે અને એમ કહે કે, મેં આ માલની જકાત ફકીરોને આપી દીધી છે, પણ જે સાબીત ન થાય તો જકાત લેવી. જે કોઈ વેપારી કહે કે, મારો માલ ફલાણી જાતને છે, પરંતુ અધિકારી શક ઉપરથી બીજી જણસ હોવાનું જણાવી જેવા માગતો હોય તે, તે ઉધા
તાં પહેલાં ખાસ ધ્યાનમાં રાખવું કે, તેમ કરવાથી તે માલને કંઇ નુકશાન પહેચતું હોય તે ખુલ્લો કરવો નહિ અને તેના માલેકની હકીકત તેને પ્રતિજ્ઞા લેવડાવીને સાચી માની લઈ તે પ્રમાણે તેની પાસેથી જકાત વસુલ કરવી; પણ જે કંઈ નુકશાન થતું ન હોય તો, તેના બોલવા ઉપર ભરોસો નહિ રાખતાં ખુલ્લો કરીને જે અને તે પ્રમાણે જકાત લેવી. તે સિવાય જે કઈને કબજામાં વેપારી માલ ( રોકડ અથવા જણસ હોય) અને તેને આખું વર્ષ વિતતાં પહેલાં, જે તે તે અવેજ ઉપર બીજે માલ વેપાર અર્થે ખરીદ કરે અને બાકીનું વર્ષ વિતી જાય, તથા તે માહિતી જકાત અધિકારીને આપે તો તે જણસો ઉપર જકાત લેવી જોઇએ.
દુ:ખદાયક દુકાળ અને ભયંકર હુલ્લડ. આ વર્ષે ( ૧૦૮૨ હિ૦ ) અહમદાબાદના સુબાના તાબાના રાજ્યમાં સષ્ઠ દુકાળ પડવાથી અનાજની મોંઘવારી વધી પડી હતી, અને લોકો