________________
34 ] ગામડીઆઓ પણ મળી જવાથી વડનગર તથા વિલનગર કઆઓને લુંટી માલમતા લઈ ચાલતો થયો.
ઈડરને જમીનદાર, (રાજા), કે જે બહારવટીઆરૂપે કરતા હતા તે, પિતાને લાગ મળવાથી કંટાપાર બખેડઆ રજપુતોને મેળવી લઈ પોતાની જગ્યા દબાવી પડ્યો. તે વિષે જે લોકોએ નજરે જોએલું તે લોકોથી એવું સંભળાય છે કે, ઈડરના જમીનદારના કબજા પછી મુહમ્મદ અમીનખાને (સુબાએ) પોતાના કુમકાઓ પૈકીના મુહમ્મદ બેહાલ શેરવાનીને, તે જમીનદારને કાઢી મુકવાના કામઉપર ડરાવી મદદખર્ચ પેટે નાણાંની મદદ આપી હતી. મુહમ્મદ બેહાલ-તે બહાદુર શુરો અને સિપાહીગીરીના કામમાં સંપૂર્ણ કાબેલ હતો. તેણે પોતાના સગા-નેહી અને જાતીલાવિગેરે ભરૂસાદાર માણસેની એક જ બનાવી લાયક સિપાહીઓને ઘોડા તથા હથિ વારો આપ્યાં, અને બીજા ધાક માણસો કે જેમના માટે ઘડાઓનો બંદે બસ્ત ન થઈ શક્યા તે બધાને ભાડતી બળદ-ગાડીઓમાં બેસાડી ઇડર તર! રવાને થયો. જ્યારે તે પરતી કચ્છમાં પહોંચ્યો ત્યારે, તે ભાગના માહિતગાર કેટલાક કાતીઓને નોકર રાખી સાથે લઈને આગળ વધે. આવી રીતની ફોજ ચડી આવવાની ખબર મળ્યા છતાં પણ ઇડરનો જમીનદાર, કે જેના ભેજામાં ધિક્કારરૂપી કાગડો ભાળો ઘાલીને બેઠો હત–તે ઉંચી ટેકરી ઉપર આવેલા પોતાના કિલ્લાના ભરોસાથી કફોજને કાઢી મુકવાને કંઈપણ ઉપાય નહિ કરતાં બેસી જ રહ્યું. એટલે મુહમ્મદ બેહલોલ ખાન એકદમ કુચ કરી ભારફાડ કરતો સહેજવારમાં દરવાજા આગળ આવેલા બેત્રણ મોરચાઓ કબજે કરી આગળ વધ્યા. મજકુર જમીનદાર હજુ સુધી પણ પિતાનાં કમનસીબને લીધે આળસરૂપી નિદ્રામાં ગોથાં ખાતો હતે –તે હવે એકદમ જાગૃત થતાંજ ગભરાઈ ગયો અને આબરૂ બચાવવાથી દૂર હડીને પોતાનાં બાલ-બચ્ચાંને તરછોડી તરતજ નાસી ગયો અને કડીની પેઠે પહાડમાં જઈ એક ગુફામાં ભરાઈ બેઠો. આ વખતે મુહમ્મદ બેહલોલ શુરા લડવૈયાઓને સાથે લઈ તેના મહેલમાં આવી પહોંચ્યો, પણ ત્યાં તે જમીનદારનો કંઈપણું પત્તે નહિ મળવાથી પિતે કિલ્લાને બંદોબસ્ત અને રક્ષણ કરવામાં રોકાયો. તલવારના ભારથી બચી ગએલા રજપુતોમાંથી કેટલાક કેદ પકડાયા અને કેટલાક નારી-ભાગી છુટયા. જમીનદારની ઘણી ઘણી શોધ-ખોળ કરી, પરંતુ તેને ક્યાંય પણ પત્તો જ નહિ, આખરે ભગ