________________
| ૨૭૭ ]. છે, અને તેને ધોરણને આ ફરમાનમાં ઘણું મજબુત આધારથી મંજુર કરવામાં આવ્યું છે માટે તે પ્રમાણે વસુલાત કરવી; દર વર્ષે નવા હુકમની માગણી કરવી નહિ.
(૧) યિતની સાથે હમેશાં મળતાવડા૫ણું રાખવું, તેઓની સ્થિતિ ઉપર દયા રાખવી અને શુભ રાજનિતીથી વર્તતા રહેવું, કે જેથી કરી તેઓ શુદ્ધ અને નિખાલસ દીલથી ઘણીજ ખુશાલીની સાથે ખેતીવાડી વધારવામાં પાછા નહિ હઠતાં ખેડાણલાયક જમીનને ખેડતા રહે. (૨) વર્ષની શરૂઆતથી દરેક ખેતી કરનાર ખેડુની સ્થિતિ અને તેઓએ ખેતીથી પિતાનો હાથ પાછો ખેંચી લીધું કે નહિ તે વિષે માહિતી મેળવતા રહેવું અને તેઓને સમજાવી ઘટીત રીતે ઉત્તેજન આપવું. જે કઈ કામમાં તેઓ દરગુજર કરવાની માગણી કરે તો તે પ્રમાણે પણ કરવું; પરંતુ જે તપાસ કરતાં માલુમ પડે કે ખેતી કરવાની શક્તિ છે, છતાં પણ એ કામથી તેઓ પાછા ખસી ખેતી કરતા નથી તે તેઓને ભલામણ અને તાકીદ કરવી, તેમ છતાં જે ન માને તે કેદ કે શારીરિક શિક્ષા કરવી; અને જમીનવાળા લોકોથી નક્કી કરી જાહેર કરવું કે, ખેતી કરે કે ન કરે તેપણ તેમનાથી હાંસલ લેવામાં આવશે. પણ જો એવું જણાય કે ખેડુત તદન લાચાર થઈ ગયા છે, તો સરકારમાંથી તકાવીની અપાતી રકમ જામીન લઈને આપવી. (૩) જાથે દાણમાં એમ જણાય કે ખેતીનાં સાધન પુરાં પાડવાને કેવળ લાચાર છે, અથવા જમીન પડતી મુકી નાસી ગયો છે તો તે જમીનને ઇજારે આપતાં ખેતીમાંથી જમીનના માલીકને ભાગ ઠરાવ અને કંઈ બાકી રહે તો તેના માલીકને આપવું, અથવા કોઈ શખસને માલીકની જગ્યાએ નોંધો, કે જે, ખેતી કરી મહેસુલ સરકારમાં જમે કરાવે અને વધેલું હોય તે પિતાના ઉપયોગમાં લીએ, અને જ્યારે ખેડૂત ખેતીનાં સાધને ઠીક કરી લે, તે તેની જમીન તેને પાછી આપવી, પણ જે જમીન પડતી મુકી ખેડાણ કર્યાવગર નાસી ગયો હોય તે તેને વર્ષો વર્ષ ઈજારે આપતા રહેવું. (૪) પડતર અને વગરખેડાણ જમીનની માહિતી મેળવવી. જે તે સઘળી જમીન રસ્તાઓ કે ભાગના વપરાશમાં આવતી હોય તે તેને ગામતળીની જમીન ઠરાવવી, કે જેથી તેમાં કોઈ વાવેતર કરે નહિ. પણ જે તે સિવાય બીજી જમીન જોવામાં આવે ને તેમાં કંઈ ખેતી બાકી રહેલી હોય પણ લાભકારક ન હોય તે તે જમીનના દાણ વિષે કોઈ હરકત કરે નહિ, પણ જે તેના બાકી રહેલા ભાગમાં લાભ સચ