SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૩ ] ઉપયોગમાં લેવી અને હકદાર લેકના દાનપૂનમાં ખર્ચ કરવાનો ઠરાવ કરવા, પરંતુ જે ખર્ચ કરતાં ઉપજ (હાંસલ) વધી જાય તે જે માલની કીમત ઉપર મહેસુલ લેવાતું હોય તેને રજીસ્ટરમાં નેંધ કરી ખજાનામાં દાખલ કરી દેવો. ત્યારબાદ સુબાના દીવાન ઉપર સરકારી હુકમ આવ્યું કે, ફિરગીઓ અને વલંદા લોકોના અહમદાબાદના મહેસુલમાં હાથ ઘાલવે નહિ, કેમકે તેઓ સુરતબંદરમાં હાંસલ આપે છે. તે પછી અમલદારને સુચના થઈ કે, સુબાનો દીવાન કે જે પોતે જાતે અધિકારી હોય તેણે પિતાના તાબાના માણસોનાં નાણુમાંથી એક ભાગ માફ કરી ત્રણ ભાગ લેવા. અમલદારો કે જેઓ અમુક મુદત સુધી કેદમાં હોય, અને તેમનાં નાણું જે વસુલ ન થતાં હોય તે તેમની હાલત ઉપર નજર રાખવી. આ વર્ષે સુરતબંદરની સરહદમાં દક્ષિણી મરેઠાઓએ આવી હુલ્લડ મચાવ્યું અને તેઓ લુંટફાટ કરી કેટલીક જગ્યાઓ ઉજજડ કર્યા બાદ પાછા ફર્યા. સને ૧૦૭૬ હિજરીને રજબમાસની ૨૬મી તારીખ ને સોમવારને રાજ શાહજહાન બાદશાહનાં આયુષનો અંત આવ્યો. અને મકરમતખાન દીવાન પણ એજ વર્ષે મૃત્યુ પામ્યો. મજકુર સાલની આખરે હાજી શફીખાન સુબાનો દીવાન ઠર્યો, અને સુરત બંદરના બનાવો પૈકી સરકારે સાંભળ્યું કે મીર અઝીઝ બદખશી કે જે મળે તથા મદીને ભેટે લઈ જવાને નિમાયો હતો તે પણ ત્યાં મૃત્યુ પા. ચઉદ માસા (વજન) ને એકદમ ગણવાવિષે ઠરાવ આ વખતે ત્રાંબાને ભાવ ઉતરી ગયેલ હોવાથી અહમદાબાદના શરાફે લોઢાંના પૈસા બનાવી, તેનું મેંધા ભાવે વેચાણ કરતા હતા. તે જોઈ મહાબતખાંએ આસપાસના તમામ શહેરોમાંથી ઘણું ત્રાંબુ ખરીદ કરી લીધું અને પ્રથમના પૈસાના પ્રમાણમાં કંઈક રું વજન કમી કરી, તેની ઉપર સિો પાડી ચલાવવા લાગ્યો, અને ટંકશાળના દરેગાને હુકમ કર્યો કે પૈસા ઉપર લેવાતું મહેસુલ માફ કરવું. પરંતુ દરેગાએ એ વિષે સુબાના દીવાનને જાહેર કર્યું કે હજુરની આજ્ઞાસિવાય પૈસાનું હાંસલ હું માર કરી શકતું નથી. તેથી સુબાએ કહ્યું કે જે એ માફીની સનંદ હજુરમાંથી મળશે તે ઠીક છે, નહિત હું એક સાલનું હાંસલ સરકારી ખજાનામાં રજુ કરી આપીશ. આ વિષેની ખબર જ્યારે હજુરમાં પહોંચી ત્યારે તે ઉપરથી સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે “એક દામનું વજન ચઉદ
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy