________________
ઝીણું કાણું પડી જાય છે તે એક જાતની ખેડ છે. તેને દર વર્ષે ઘેળા રંગને લીધે રૂપિયા આપીને હિન્દુસ્તાન, અરબ અને રૂમના શહેરોમાં કનકપત્રની માફક લઈ જાય છે. સાગવાન કે જે ઉપર. છાપરાંઓ, થાંભલાઓ વિગેરે ઈમારતી કામ અને વહાણોની બાંધણીઓને આધાર છે, તે પણ પેદા થાય છે. શિશમનાં લાકડાં કે જે પુરેપુરી રીતે જોવા તથા ફાયદામાં આબનુસનાં લાકડાંથી સંબંધ રાખે છે તે વિગેરે બનાવવાના કામમાં આવે છે, પઠાલી પથરાઓ કે જે ઈડરના પહાડોની ખાણેમાં થાય છે. તે બીજી જગ્યાએ થતા નથી. તે પથરાને પકવીને તેને ચુને કરીને જ્યારે દીવાલોનાં ઘેળાં અસ્તર, ઇમારતની છત, બગીચાઓ અને રજાઓ વિગેરે ઉંચા ઘુમટોના કામમાં લઈને શું છે ત્યારે તે આરસસમાન ચળકતા થાય છે. જેમકે શાહજહાં બાદશાહના હુકમથી શાહજહાબાદ (નવી દિલ્લી)ના અરકન કિલ્લાની ઇમારત બનાવતી વખતે મજકુર પથરાને ચુને ગુજરાતથી લઈ જઈને વાપરવામાં આવ્યો છે, અને પીર ઓલીયાના ઘુમટ વિગેરે, તથા હિન્દુ લોકોનાં ધર્મસ્થાનો અને સુપ્રસિદ્ધ મકાને વિગેરે જેનું થોડું ઘણું વર્ણન જાણુ પ્રમાણે કાળ-નવરાશ આવેથી રચવાને ધારો છે તે સમાપ્તિમાં લખવામાં આવશે. તે સિવાય ઘણી નેહરે, તળાવ અને અગણિત વાવો આ દેશમાં છે. ઘણી ખરી જગ્યાએ પાણીના કુવા ખારા છે. જે સંપૂર્ણ રીતે આ દેશનાં વખાણ લખું તે એક જુદું મોટું પુસ્તક ભરાય તેમ છે. દુનિયાના જુદા જુદા ભાગેમાંથી આવતા જતા લોકોમાંથી ઘણાખરાના મોઢેથી ઘણી વેળા સાંભળેલ છે કે, બીજા દેશો કરતાં આ દેશ ઘણોજ ચઢીઆતો દેશ છે.
આ સુબાન બંબસ્ત આ વખતે જે કાંઈ બીજી હરક્ત ન હોય તે દરેક મહાલના ફેજદારોની સન્યા સિવાય અને સુબાની તહેનાત સિવાય પાંચ હજાર સ્વારો કે જેમને બાદશાહી વખતને
બાબત. જમેબંધી વખતે સુબાને નાઝીમ ભેગા કરે છે તે પૂરતા છે.
ગુજરાતના સુલતાનના વખતમાં ગુજરાતના સુબાની ઉપજ અને વિશળતા તથા ખાલસા અને જાગીરે, કે જે ગુજરાત-સંવત સને ટ૭૮ હિજરી એટલે સંવત સોળસો સત્યા- ૧૬૨૭. વિશમાં હતી તેનું વર્ણન