________________
[ ૨૫૧ ]
તેમાં પૈસી જઇ પાણી હેઠળ જતુ રહે છે. તેને ગુજરાતીમાં દલદલ કહે છે. તે શિવાય એક રસ્તા છે, કે જ્યાં સ્વારા ખરાબર રીતે જઇ શકતા પણ નથી. આ રણુની લંબાઇ તુણા ગામની સીમા સુધી પૂરી થાયછે. તે ગામ કચ્છમાં આવેલું છે, અને ત્યાંથી એક ભાગ ગુજરાત તરફ જાયછે, તથા ખીજો માર્ગ જુનાગઢ તરફ જુદો પડે છે.
ટુંકમાં છેવટે મુહમ્મદ દારાસિકાહે ગુજરાતને, પેાતાની સાથે યુદ્ધ કરી શકે એવા લશ્કર અને સરદારાથી ખાળી જોયુ. તેમાં ત્યાંના કેટલાએક જમીનદારાના દર્શાવ્યા પ્રમાણે રણુ તથા ચુલના માર્ગ તરફ્ પગલાં ભરી, જે રસ્તા મહા વિકટ અને પાંસરા નહિ હતા, છતાંપણ તે રસ્તે થઇ કચ્છ દેશમાં પહોંચી ગયા. તે વખતે ત્યાંને રાજા અજાણપણે તેને લેવાને આવી ભેટયેા. મુહમ્મદ દારાસિકેાહ એ એક ઠગબુદ્ધિવાળા માણસ હતા. તેણે પોતાની ક્રેબ દેનારી અક્કલવડે ઘણીજ માયા તથા પ્રેમથી કામ લીધું અને તે રાજાને ઘણાં સારાં ઇનામઇકરામો આપી તેની પુત્રીનાં લગ્ન પોતાના કુંવર સિપિહરસિકેાહુ સાથે કરવામાટે માગણી કરી, અને તે પ્રમાણેના કરાર રાજાએ કબુલ પણ કર્યાં. તેમજ તેની ભેટ અને મીઠાં વચને ઉપર લેાભાઈ જઇ રાજાએ તેને પેાતાના દેશમાંથી રસ્તા આપ્યા. હવે મુહમ્મદ દારાસિકાહની પાસે માત્ર ત્રણહજાર માણસા રહેલા હતા, તે લઇ તેણે ગુજરાત તરફ આગળ વધવા માંડયું.
મીરા શાહનવાઝખાન કે જે ગુજરાતના નવે સુમે ખની આવેલા હતા તેણે શાહજાદા સામે ટકી શકવાની સત્તા પેાતામાં જોઇ નહિ, તેમજ તેણે જીની વાત યાદ લાવી બુરહાનપુરમાં ઔરંગજેબની પાછી કરતી સ્વારી વખતે તેની સાથેનેા જે બનાવ બન્યા હતા તે ઉપર તેણે દીર્ધ દૃષ્ટીથી વિચાર કરી જોયા; જેથી તેને ખુશ ચહેરા શ્યામ (નાખુશ) થવા લાગ્યો અને શાકસાગરમાં ગરકાવ થયેા. આ બનાવ તેના માટે ઘણાજ દુઃખદાયક અને વિચારવા લાયક હતા. મા વખતે તેની પાસે કઇ લશ્કર કે સિપાહીનુ નામસરખું પણ નહેાતુ, કે જેથી અમદાવાદ આવતા શાહજાદાને કાઈપણ રીતે અટકાવી શકે ! છેવટે સુખાના દીવાન રહેમતખાન તથા સઘળા મદદગારાને લઈ, અહમદાબાદથી બહાર નીકળી શાહજાદાને લેવા વાસ્તે સામે આવી સરખેજ મુકામે તેની સેવામાં હાજર થયા.
જ્યારે શાહજાદો દારાસિકાહ કઈપણ અટકાયતસિવાય વગર હરકત