________________
[ ૨૫૦ ] ત્રીશમો સુબે મિરઝા શાહનવાઝખાન સફવી.
સને ૧૦૬૮ હિજરી.
સને ૧૦૬૮ હિજરીના મોહરમ માસની આઠમી તારીખે મીરઝા શાહનવાઝખાન સફવીને સુબાની પદવી આપવામાં આવી. આ મીરઝાને રાજ્યની ગેરબંદોબસ્તી મુહમ્મદ દારાસિહનું તથા કેટલાંક ગેરકામોના લીધે, જ્યારે બાદશાહી અહમદાબાદ આવવું,
ત્યાંથી અજમેર જઈ સ્વારી ઔરંગાબાદથી અકબરાબાદ તરફ પાછી ફરી ત્યાં તે વખતથી અત્યારસુધી સરકારી આજ્ઞાથી બુરહાન
બાદશાહથી લડવાને
મનસુબો કરો અને પુરના કિલ્લામાં કેદ રાખવામાં આવ્યો હતો. આ પિતાના તરફથી સઈદ વખતે તેના ઉપર કૃપા કરી કેદથી મુકત કરી, તેને એહમદ બુખારીને સુબેખાસ પોશાક, જુનાં મનસબ ઉપરાંત એકહજારી ગીરી આપવી. મનસબનો વધારો અને એક હજાર સ્વારો બેવડા તેવડા કરી આપ્યા; એટલે અસલ તથા વધારો મળી છ હજારીની નિમણુંક થાય, તેમાં પાંચ હજાર સ્વારો બેવડા તેવડા થાય છે. તે પ્રમાણેનાં સરકારી ફરમાનથી સઘળું આપી ગુજરાતની સુબેગીરી તેને સોંપવામાં આવી. જેથી મજકુર ખાન સરકારી હુકમને માન્ય કરી પિતાને સંપેલી જગ્યા તર૪ રવાને થઈ એજ વર્ષના રબીઉલ અવ્વલ માસમાં અહમદાબાદમાં આવી દાખલ થયો. હજી તે આવીને પુરી વિશ્રાતિ પણ લીધી નહોતી, કે એટલામાં ઠઠ્ઠાથી અહમદાબાદ તરફ મુહમ્મદ દારાસિકોહના આવી પહોંચવાની ખબર મળી કે, તે કૂચ ઉપર કૂચ કરી, ચુત કે જે કચ્છમાં આવેલું છે તેના કિનારે પહોંચી ચુક્યો છે. વર્ષાદ કમ હોવાને લીધે આ વર્ષે તે માર્ગનાં તળાવો સૂકાઈ ગયેલાં હતાં, અને કઈ કઈ રસ્તે કુવા હતા ત્યાં લશ્કરને પૂરતું પાણી પણ મળે તેમ નહોતું. જેથી આ બે-ત્રણ મીજલોમાં તેના ઘણાખરા માણસોનો ઘાણ (નાશ) વળી ગયો; તે છતાં મરીમથીને પણ ચુલમાં દાખલ થયો. ચુલની હકીકત એવી છે કે, તે ભાગ એક ખારો પાટ છે. ચાલીશ મિજલ ખારા સમુદ્ર ઉપર આ સઘળા માર્ગમાં મીઠા પાણીનાં સાંસાં પડે છે તેમ દરેક ઠેકાણે પાણીને બદલે ઝાંઝવાં જેરામાં દેખાય છે, અને સમુદ્ર નજીક હોવાના લીધે તે ધરતીમાં કેટલેક ઠેકાણે એક જાતની એવી મટેડી છે કે, જોયતળીએ પાતાળ પાણી સુધી પણ માત્ર કીચડ છે અને