________________
[ ૨૩૮ ]. પડ્યા. પહેલાને સરબુલંદ (શ્રેષ્ઠ) અને બીજાને શાહપસંદ નામ આપ્યાં. ધલકાના ફોજદાર હિમ્મતખાનને જાતીકા પાંચસોના વધારાની નિમણુંક અને દોઢ હજારી મનસબનું માન આપવામાં આવ્યું.
ચેવાલ પ્રગણાના કોળીઓએ બંડ ઉઠાવી અહમદાબાદ-હવેલીના પ્રગણામાં, ધોલકા પ્રગણામાં, કડી તથા ઝાલાવાડ વિગેરે પ્રગણાઓમાં ત્રાસ મચાવ્યો હતો. જેથી શાઈસ્તાખાને તે તરફ લક્ષ આપી, બંડખોરના ઉપરી કાનજીને નસાડી મુકી, છેલકા તાબે સાણંદને ગરાસીઆ જગમાલને ત્યાંની જમીનદારી ઉપર ઠરાવ્યો. - સુરત બંદરના મુસદી હાફિઝમુહમ્મદનાસિર હજુરમાં અરજી કરી કે, તુક સુલતાન મુહમ્મદખાને, તેના બાપ સુલતાન ઇબ્રાહીમના મુખ્ય પ્રધાન સાલેહ બાદશાહના ભાઈ લકદરઆકાને એલચીના ઓદ્વાથી સરકાર હજુરની સેવામાં રવાને કર્યો છે, અને તેની સાથે રાજ્યપત્ર પણ છે; તે સને ૧૧૪ હિજરીના સફરમાસની ઓગણત્રીશમી તારીખે સુરત બંદરે આવી ઉતર્યો છે. જેથી હાફિઝમુહમ્મદનાસિર ઉપર હુકમ થયો કે, સરકારી ખજાનામાંથી રોકડા બારહજાર રૂપીઆ તેને આપવા; અને એવી પણ અરજ કરવામાં આવી કે, સુલતાનના હુકમ તથા આજ્ઞા પ્રમાણે એલચીનો મનસુબો છે કે, જેમ બને તેમ તાકીદે હજુર દરબારમાં જઈ પહોંચવું.
મરહુમ સૈઇદ જલાલ બુખારીને દીકરે સૈઈદ જાફર શાહઆલમ સાહેબને ગાદીવાળ હતો તેણે પિતાના પિતાના જીન્નત નશીબ થયા પછી સરકાર બાદશાહને સલામ કરી નહોતી, તેથી તે ગુજરાતથી નિકળી દર બારમાં હાજર થયો. તેને પાંચહજાર રૂપીઆ રોકડા આપવામાં આવ્યા.
એજ વર્ષે દોઢ હજારી મનસબને ધણી અને ચઉદ સ્વારે ઉપરી શમસુદીનને, મિરઝાઈ સાતરખાનના દીકરા મુહમ્મદસાલેહના બદલાયાથી, પિોતાના પુત્ર સહિત જુનાગઢની ફોજદારી ઉપર તથા તેના મહાલના થોડાક ભાગની તેહવાલદારી ઉપર ઠરાવવામાં આવ્યો.