________________
[ રર ! એજ વર્ષમાં મિરઝા ઇસાતરખાનનો દીકરો મુહમ્મદસાલેહ હજુરમાં ગએલો હતો. તેની સાથે તેના પિતાને વાસ્તે ખાસ હાથી આપવામાં આવ્યો, અને સઈદ જલાલ બુખારીને પાંચ હજાર રૂપિઆનું ઈનામ આપવામાં આવ્યું. એજ સાલમાં સઇદ જલાલ બુખારી કે જેના ઉંચ ખાનદાન વિષે લખાઈ ગયું છે તેમણે બાદશાહનાં સ્વચ્છ અંતઃકરણ ઉપર પુરી અસર કરી, અને તે પણ એવી રીતે કરી કે, તેવા અચળ પ્રકાશિત શહેનશાહે તે સૈઈદની પોતાના માનકરીતરીકે નીમણુંક કરી, તેને પોતાની પાસે રાખી તેના ભાગમાં લખેલી દોલત તેને મળી અને મજકુર સૈઇદની વિનંતી ઉપરથી શાહઆલમ સાહેબની ગાદી તેમના નાના પુત્ર સૈઇદ જાફરને આપવામાં આવી. સઈદ જાફર પણ મળતાવડા અને નિપૂણ પુરૂષ હતા.
આખા હિંદુસ્તાનની ધમન સાંપરીપણાને હેદી સઈદ જાફરને આપવામાં આવ્યો અને પોશાક, મનસબની ચાર હજારની નીમનોક, સાતસો સ્વારો, ખાસ ઘેડો સેનેરી સાજ સાથે અને ખાસ હાથી તેને ઇનામમાં મળ્યો. તે ઉપરાંત ત્રીશ હજાર રૂપિઆ રોકડ ઈનામ દાખલ તેને આપવામાં આવ્યા.
કવિત વ-દે મરમ દાન મસાલે રે તિલાસ્ત;
| હર કુળ કે રદ કરી કીમતશ દાનંદ. અર્થ–બુદ્ધીવાન પુરૂષની સ્થિતી કુંદનના જેવી હોય છે, કેમકે એ જ્યાં જશે ત્યાં તેની બુઝ અને કીંમત થશે.
સને ૧૦૫૩ હિજરીના રબીઉલ અવ્વલ માસની પહેલી તારીખે મુઈઝઝુલમુલ્ક કે જેને હજારીની નિમણુંક અને સો સ્વારનું મનસબ હતું તેને સુબાની દીવાનીને પોશાક આપવામાં આવ્યા તથા એક હાથણી પણ ઇનામમાં મળી અને મીર સાબર દીવાનની જગ્યાએ તે નિમાઈ આ સુબા તરફ રવાને થયા. મિરઝાદાત (કામમેતમિદખાનને દીકરો) ને બક્ષી ગીરીની પદવી મળી. અને તે પણ આ તરફ રવાને થયો. તેની સાથે મીરઝા સાતરખાનને ઇનામમાં અપાયેલા સરકારી તબેલાનો ખાસ ઘેડ સોનેરી સાજ સાથે મોકલવામાં આવ્યો.
એજ વર્ષ સુરત બંદરનો મુસદી રહીબકુલી અરબી ઇરાકી ઘેડા અને છેક છેવર જે તેણે સુરતમાં સરકારને વાતે ખરીદ કર્યું હતું