________________
[ ૨૦૪ ] જગ્યાએ અબ્દુલ્લાખાને છાવણી નાખી હતી ત્યાં થોરીયાની ઘટ, ઝાડી અને ધરતી ઘણી ઉંચી નીચી હતી તેમ છતાં નિયમસર કેજ પણ હારબંધ ગોઠવાઈ નહોતી. હવે સારી રીતે મારા કાપી થઈ તેમાં અબ્દુલ્લાખાનની હાર થઈ અને ત્યાંથી તે પાછો વડોદરે નાઠે. આ લડાઈ સને ૧૯૩૨ હિજરીમાં થઇ. એક મિત્રે તેનું વર્ષ કાઢયું છે કે —
દો ફતેહ નમાયાં બયક માહ શુદ. અર્થ-એક માસમાં સારી બે ફતેહો મેળવાઈ. હવે મુહમ્મદ સફી ભરૂચ ગયો ત્યાં બે દિવસ થી સુરત બંદરે ઉપડી ગયો. ત્યાં બે માસ રહી પોતાના વિખરાએલા માણસોને ભેગા કરી પાછી સૈન્યા રચી પિતે બુરહાનપુરમાં શાહજહાનની સેવામાં હાજર થયો.
આ ખબર જ્યારે શ્રીમંત બાદશાહની હજુરમાં પહોંચી તે મુહમ્મદ સફીએ કે દિવસે પણ સ્વમામાં નહિ દીઠેલું માન મેળવ્યું. તેથી તેની સાત જાતની તથા ત્રણસો સ્વારની નિમણુંક ઉપરથી ત્રણહજાર જાતની તથા બેહાર વારો અને ખિતાબ, નોબત તથા નિશાનનું માન વધારવામાં આવ્યું. નાહિરખાનને ત્રણહાર જાતની અને બસો સ્વારોની પદવી મળી.
જેતલપુરમાં અબદુલ્લાખાન ઉપર ફતેહ મળી હતી તેથી ત્યાં સેફબાગ યાદગીરી દાખલ બનાવવામાં આવ્યો. તેજ અરસામાં મદરસા ( પાઠશાળા ) મસજીદ તથા ઓષધાલય શહેરમાં ભદ્રના કિલ્લા આગળ તેણે તૈયાર કર્યો, કે જે મદરસએ સેફખાનના નામથી પ્રખ્યાત છે. તેને સંવત આ બેતોથી નિકળે છે
સાલે ઇ તમામ ઝિ મેમારે કઝા જુત મો ગુત.
મસજદો મદરસાઓ દર શિફાએ આબાદ અને બન અલ્લાહે મદરસ્તુલ ઉલમામાંથી પણ સાલ નિકળે છે.
મતલબ કે સુલતાન દાવરબક્ષ ગુજરાતના સુબામાં પહોંચી મોટાખાનની સલાહથી આ દેશનો બંદોબસ્ત કરી કામ ચલાવતો હતો. ખુદાઈ ઈચ્છાથી સને ૧૯૩૨ હિજરીની આખરમાં મેટો ખાન આ લોક મુકી પરલોકમાં જઈ પહોંચ્યો અને સરખેજમાં ભક્ત શિરોમણી, ગંજબક્ષ શેખ એહમદ ખટુની કબર પાસે દટાયો. તે એક પરોપકારી પુરૂષ હતો, સદગુણોમાં ભરપૂર, ન્યાય તથા ઇન્સાફ તરફ એનું અંતઃકરણ સદાએ વળેલું રહેતું જ્યારે સરકારી કામોથી અવકાશ મળતા ત્યારે પુસ્તકે, ઇતિહાસ અને નિતિ વૃત્તાંતો હોંશથી વાંચવાને રોકાતો અને કઈ કોઈ વેળાએ તે તેનું મન વિચારશિલ હોવાના લીધે મુખમાંથી કેટલાંક કવિત ઉચ્ચારતા હતા,