SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૩ ] પોતે પણ બાબુખાન અફગાનની સાથે કપડવંજ પ્રગણેથી એકદમ કુચ કરી વહાણું વાતાં શહેરની હદમાં આવી પહોંચ્યો અને મલેકશાબાન બાગમાં : થોડેક વિશ્રામ લઈ સૂર્યોદયની વાટ જોતો રહ્યો, કે જેથી સ્નેહી તથા શત્રુ સારી પેઠે ઓળખાય. હવે વહાણું વાયા પછી જ્યારે શહેરના દરવાજાને ઉઘાડે જોયો ત્યારે મિત્રોની વાટ ન જોતાં સારંગપુરના દરવાજેથી શહેરમાં પડે. આ વખતે નાહિરખાન પણ ઈડરીએ દરવાજેથી શહેરમાં આવી પહોંચ્યો. આ બનાવની કોઈપણ શંકા અબદુલ્લાખાન ખાજાસરા (ફાતડા) ના મનમાં પ્રથમ આવી નહોતી, તેથી ગભરાઈ જઈ શાહવજીહુદીનના પૌત્ર શેખ એહમદ હૈદર અલવીના ઘરમાં જઈ આશરો લીધે અને સામાવાળાઓ બુજે તથા બારીઓ મજબૂત કરવા લાગ્યા. બાદશાહી દીવાન મુહમ્મદ સફી તથા હુસેનએગે બક્ષીનાં ઘરે ઉપર લશ્કરના માણસો મોકલી તેમને પકડ્યા અને શેખ હેદરે પોતે આવી જાહેર કર્યું તેથી ખાજાસરા અબદુલાખાનને તરત જ બાંધી તાણી લાવ્યા. શહેરને બંદોબસ્ત જોઇતી રીતે કરી, લશ્કરને દિલાસ દઈ ભેગું કરવા માંડ્યું અને રોકડ તથા જણસ જે કંઈ મળ્યું તે સઘળું જુના નવા લશ્કરને ઇનામમાં આપ્યું. તે એટલે સુધી કે, સોનાનું રાજ્યસન કે જેના જેવું બીજું બનાવવું ઘણું જ મુશ્કેલ હતું તે ભાંગી નાખી તેનું સેનું ૯ સ્કરને પેશગી પગારમાં આપી દીધું અને સઘળો ખજાને પિતાના ઉપયોગને વાસ્તે કબજે કરી લીધો. છેડા કાળમાં ઘણું લશ્કર ભેગું થયું. જ્યારે આ ખબર માંડુગઢમાં પહોંચી ત્યારે અબદુલ્લાખાન, શાહજાદાની આજ્ઞા લઈ કુમક તથા મદદની વાટ નહિ જોતાં ચારહજાર પાંચસો સ્વારો સહીત ઘણુ વેગે ચાલી નિકળ્યો અને વિશ દિવસમાં માંડુગટથી વડોદરે આવ્યો. મુહમ્મદ સફી તથા નાહિરખાંએ શહેરથી બહાર નિકળી કાંકરીઆ તળાવ ઉપર લસ્કર શણગારવા માંડ્યું. અબ્દુલ્લાખાનને સામે મોટું લશ્કર છે એવી ખબર મળ્યાથી વડોદરામાં અટકી જવાની જરૂર પડી, કે એટલામાં કુમક આવી પહોંચે. થોડા દહાડા પછી કુચ કરી મહેમદાબાદમાં સૈન્યા સમારી. હવે આ તરફના લોકો કાંકરીએથી ઉપડી વટ પહોંચ્યા. અબ્દુલ્લાખાન મહેમુદાબાદ બારેજે આવ્યો. મુહમ્મદ સફી તથા ન હિરખાને પેલુ ગામમાં મુકામ કર્યો હવે બેઉ બુદની વચ્ચે ત્રણ ગાઉના અતર રહ્યો બીજે દિવસે બેઉ તરફથી લશ્કરે તૈયાર કરી લડાઈ કરવાને રોકાયા. ભોગજગે જે
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy