________________
[ ૧૭૮ ] જેથી મેટાબાને ભાગ્યની કઠણ દેરડી (બાદશાહની મદદ) ને ઝાલી અગ્નિને ઓલવવાને તથા પડી ભાગતા લોકોને પકડી લાવવાને હિમ્મત કરી.
તે વાત એટલે સુધી અણી ઉપર આવી ગઈ કે તેના ભાઈઓ, કે જેઓ સુરતમાં જાગીરદાર હતા અને પુત્ર ઈસમાઈલ કુલીખાન કે જે સુબાનો માટે તેહવાલદાર હતા તેઓએ પણ જુદા રહેવાનું પસંદ કર્યું. બખેડો દૂર કરવાને તે તૈયાર થયો અને જ્યારે વિરમગામમાં પહોંઓ ત્યારે અમીનખાન ગેરીને દીકરો ફખાન, હલવદથી ચંદ્રસિંહ જમીનદાર અને મોરબીનો જમીન નદાર કરણપાલ આવીને મોટાખાનને ન્યા. અને તે રૂકનુસલ્તનત (રાજ્યસ્તંભ) રંગખાન, સૈયદ કાસિમ અને ખાજા સુલેમાન બક્ષીને એક ફેજની ટુકડી પ્રવેશક સન્યાના રૂપની મોકલી. એ સન્યાએ મેર બીમાં જે શત્રની ફોજ હતી તેમની સાથે લડાઈ ન કરતાં સલાહની વાતચીત ચલાવી. આથી સામાવાળાને ધિક્કાર અને અભિમાનનું કારણ મળ્યું તેથી લડાઈ કરવાનું નક્કી થયું. મોટોખાન આ ગેરપસંદ વર્તણુંકથી ખીજવાઈ ગયો. જોકે તેની સાથે દશહજાર સ્વરોથી વધારે નહોતા અને શત્રુઓ ત્રીશહજાર કરતાં વધારે હતા તોપણ દુશ્મનને વધારે હિમ્મતની આંખોમાં ન લાવતાં સન્યા મારવામાં ગુંથાઈ ગયો. મુઝફરે પણ અભાગીઆઓને ભેગા કર્યા. ગુજરાતીઓ તથા હુલ્લડકર્તા રજપુતાનાં ટોળાંના લશ્કરને લઈને હિમ્મતથી આગળ પગલાં ભર્યા. આ સમયે ભારે વરસાદ બે દિવસ સુધી દિવસે તથા રાત્રે મુશળધાર વરસતો રહ્યો. શત્રુઓ ઉંચી જગ્યાએ મેલા અને બાદશાહી લકર નીચાણમાં હતું. ભારે વરસાદને લીધે ખોરાકી સરકારી સન્યાને પાછી પહોંચી હતી. ઓછી ખોરાકીને લીધે તથા વરસાદના કારણથી છેક લેવાઈ ગયા હતા. મોટાખાને લડાઈની સલાહ ન જોઈ તેથી જામની રાજધાની નવાનગર તરફ કુચ કરી કે જેથી ખોરાકી હાથ લાગે તથા શત્રુઓમાં ફુટફાટની પથરા પણ નંખાય. જેથી ચાર ગાઉ ઉપર એક આબાદ જગ્યામાં જઈ ત્યાં બાદશાહી લશ્કરની છાવણી નાખી ત્યાંથી દાણ ઇત્યાદી બીજા પ્રકારની ઘણી લુંટ સિપાઈઓના હાથ આવી અને શત્રુઓના લશ્કરના ઘણાખરા લોક નાસી ગયા. તેથી મુઝફફર ૬ સન્યાના ઉતારાની વચમાં આવેલી નદી ઉપરની હવેલીમાં જઈ ઉતર્યો.
બીજે દિવસે બેઉ તરફના માણસોએ હારબંધી કરવા માંડી અને