SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજા ઘણે દરજજે લાચાર છે. જે લોકો નીચ તથા હલકી બુદ્ધિના છે તેઓ સત્ય નહિ બોલતાં એજ ઈચ્છે છે કે, તેવી જ રીતે જુહાપણની આફતમાં સદાએ રહેવું. જેઓ ખરી બુદ્ધિના માણસો છે તેઓ એમ વિચારે છે કે રખેને અમારા કહેવાથી સાંભળનારને દુઃખ પહોંચે, કે અમારી ઉપર કંઈ આફત આવે! તેમજ શુભ ઇચ્છનાર પણ પિતાની જીભને બીજાના લાભને વાતે વાપરે છે. (૮) ખુશામતખોર નહિ બનવું; કેમકે ઘણાં કામો ખુશામતીઆ લોકોથી સરાડે પહોંચતાં નથી. તેમ એકદમ ખુશામતીઆ લોકો ઉપર તુટી પણ ન પડવું, કેમકે નોકરને સારું સારું કથવાની પણ જરૂર હોય છે. (૧૦) ફરીઆદીને પુછવામાં પોતાની જાતે અને બનતી મહેનતે બંદોબસ્ત રાખવો, ફરીઆદી આશામીઓને એવી રીતની યુક્તિ અને ગોઠવણથી લખીને પુછવું કે જેથી ફરી વખત રૂબરૂમાં આવી વાટ જેવી ન પડે, અને નોકરીમાં આવેલા તાબાના નોકરોને આગળ પાછળ કરવાની મહેનત ન પડે. તેની ફરીઆદ ન્યાયસ્થાન સુધી જવા ન દેવી કે રખેને તેથી તેને દાદ મળે. (૧૧) જે કોઈ શમ્સ કોઈનું ખોટું બોલે તો તેને શિક્ષા કરવામાં ઉતાવળ નહિ કરતાં તજવીજ કરવી; કેમકે વાતો ઘડનાર તોફાની ઘણું પણ હોય છે અને સત્યવાદી સારા ને થોડા હોય છે. તેમજ ગુસ્સાની વખતે પણ અકલને એક કોરાણે ન મુકતાં સદાય ધીરજ રાખી મોકમપણે કામ કરવું અને પિતાના કેટલાક મિત્રો તથા નોકરો, કે જેઓની બુદ્ધિ સારી મનાતી હોય અને દુઃખ તથા રીસની વખતે પણ જ્યાં સુધી બુદ્ધિની વાત ન કરી શકાય ત્યાંસુધી સત્ય વચન કહેતાં બે નહીં તેઓને અધિકાર આપે. (૧૨) ઘણા સોશન પણ ખાવા નહીં; કેમકે દરેક વખતે સમ ખાનાર માણસ જુઠપણામાં ખપી જાય છે અને જેનાથી વાત કરતા હોય તેને ખોટી નિશવાળા ગણવાજોગ છે. (૧૩) ગાળો દેવાની ટેવ ન પાડવી. કેમકે આ વર્તણુંક નીચ લોકોની છે. (૧૪) ખેતીવાડી વધારવા તૈયતને પુષ્ટી આપવી તથા તગાવી દેવાનો બંદોબસ્ત કરવો, કે જેથી કરી દરસાલે ગામડાંઓ, વસ્તીઓ, કસબા તથા મુવાડાઓ વધતા જશે; તેમજ એવો સહેલો રસ્તો ખોળવો કે જેથી ખેતીવાડીની જમીન સઘળી આબાદ થઈ જાય અને આબાદી થયા પછી મહેસુલ વધારવાની સારી ગોઠવણ કરવી. એ વિષે જુદી ચેતવણી શિખામણ લખી છે તેને સન્મુખે મુકી તેની ઉપર મન ગોઠવવું. ટુંકમાં સઘળી રે તને
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy