________________
[ ૧૬૧ ] પ્રગટ થવાના વખતથી કરવી, તે વાસ્તવિક રીતે ખરૂં લાગે છે. જેથી બાદશાહી આજ્ઞા એવી રીતે થઈ કે જોતીષશાસ્ત્રીઓ, ખગોળવિઠાને અને રાજ્યના સરકારી અમલદારો પણ પોતાનાં પંચાંગ શુકલપક્ષથી રાખશે; તેમ ચોકશીને વાસ્તે તથા અનુસરવાને કારણે એક પંચાંગ અમારી મોહાર કરીને મોકલીએ છીએ, કે જે પ્રમાણે ચાલુ કરવામાં આવશે.
આ વેળાએ કેટલાક મોટા ઉત્તમ વિહાન પુરૂષોએ અરજ કરી કે બાદ શાહના પ્રેરણવાળા અંતઃકરણ ઉપર વિદિત છે, તેમજ તિથિની ગણતરીના ગણતનો મૂળ હેતુ એ છે કે, કામકાજ તથા કારોબારને વખત આસાનીથી માલુમ થઈ શકે, કે જેથી કોઈ શખ્સને કંઈપણ વિવાદ કરવાની તક મળે નહિ. જાણે કે કોઈએ નોકરી કરી, કોઈએ ઈજાર રાખ્યો અથવા તો કંઇ દેવું કર્યું છે અને તેને અદા કરવાની મુદત ચાર વર્ષ ને અમુક માસ ઠરાવી છે. હવે
જ્યાં સુધી પ્રારંભ નક્કી ન હોય ત્યાં સુધી આ મુદતનું કરવું ખરું નથી અથવા અશકય છે. હવે એ પણ ખુલ્યું છે કે, કોઈ સંવતની શરૂઆતને ઘણો વખત વિતી ગયો હોય, તો નવા સંવતને નિમવાનું કામ લોકો ઉપર સહેલાઈ અને વગરકંટાળાનું બારણું ઉઘાડી આપવાસરખું છે; તેમજ આ કામના જાણીતાઓ પ્રત્યે પણ પ્રત્યક્ષરીતે ખુલ્લું છે કે, પ્રારંભથી તે અંત સુધી મોટા મોટા રાજકર્તાઓનો એ ધારે છે કે સદાએ પોતાના કારોબારથી આ બિનાને નવી કરતા આવેલા છે અને સંસારી વહીવટ લોકોને નવાઈ જેવી પીડાથી બચાવતા આવેલા છે.
હાલમાં હિજરી સંવત કે જેની યાદગીરી શત્રુઓની પીડા અને મિત્રોનું દુઃખ છે. તે સંવત લગભગ એકહજારની સંખ્યાએ પહોંચી છે અને હિંદી સંવત પંદરસોથી ઉપર ગઈ છે. તેવી જ રીતે સિકંદરની સંવત તથા યઝદઝર્દીની પણ હજારો તથા સેંકડાઓથી ઉપર ગઈ છે કે જે વિષે પંચાંગમાં પણ નોંધ છે. લોકો ઉપર, તેમાં મુખ્ય કરીને નિચી પદ્ધતિના લોકો ઉપર, કે જેમની ઉપર કામકાજનું ધોરણ રહેલ છે તેમને પિડામાં નાખ્યા છે; વળી સઘળા રાજ્યમાં હિંદુસ્તાની લોકે જુદાં જુદાં પંચાં રાખે છે. જેમકે સિખ લકે પોતાના દેશમાં લક્ષ્મણસિંહના રાજની શરૂઆતથી સંવત લે છે, અને તે પછી અત્યારસુધી ચારસો પાંસઠ વર્ષ થયાં છે અને ગુજરાત તથા દક્ષિણમાં શાલીવાહનની સંવત ચાલે છે