________________
[ ૧૪૮ | ગુજારતો હતો તેને તેડવાને મોકલ્યા. તે એકદમ ચાલીસ ટઓ લઈ સેવામાં હાજર થયે; પરંતુ તેને કુતબુદદીનખાન કે જે સુલતાનપુર તથા નઝરબારની હદમાં હતું તેની મનમાં ધાસ્તી હતી અને તેથી તેનું મન . ઠેકાણે રહેતું નહોતું. હવે મીર આબેદને શહેરના રક્ષણાર્થે મુકી પિતે તે તરફ ગયો અને શેરખાનને શહાબુદીન એહમદખાનની પુઠે પાટણ તરફ મોકલ્યો તથા ગુજરાતના ગપીઓ તેમજ તે દેશ વિગેરેના સિપાહીઓમાંથી જેટલા મળી શક્યા તેટલા નોકર રાખી બે અઠવાડીયાની અંદર ચઉદ પંદર હજાર સ્વાર ભેગા કરી દીધા. - હવે એજ અવસરમાં જે ફોજ એતેમાદખાનને મદદ કરવા હજુરમાંથી આવવાને ઠરેલી હતી કે જેમાં ખાજા અબુલ કસમ દીવાન તથા મુહમ્મદ હુસેન શેખ વિગેરે હતા તે ફોજ આશરે બે હજાર સ્વારની હતી.તે ફેજ શહાબુદીન એહમદખાને પાટણમાં આવી મળી અને તેથી સરકારી અમલદારોએ પાટણના કિલ્લાને મજબુત કરી, આ બનેલા બનાવની હકીકતવિષે એક અરજી દરબારની હજુરમાં મોકલી. હવે કુતબુદદીન મુહમ્મદખાન આ બનાવના સમાચાર સાંભળી કુચ ઉપર કુચ કરી વડેદરે આવી પહોંચ્યો. i; આ હુલ્લડની વેળાએ સિઇદદાલત નામનો માણસ, કે જે કલ્યાણરાવ દક્ષિણનો ચાકર હતો તે એક ટોળી ભેગી કરી ખંભાત ઉપર કબજે કરી બેઠો; તેના હાથમાં ઘણી રોકડ આવી, તેણે આશરે ચારહજાર સ્વારે એકઠા કરી મુઝફફરને લખી જણાવ્યું. જેથી મુઝફફરે તેને ઘેડ તથા પોશાક સાથે રૂસ્તમખાનની પદવી આપી અને લખ્યું કે જ્યારે બોલાવવામાં આવે ત્યારે આવવાને ચુકવું નહીં. શેરખાન પોલાદીને ગુલામ કે જેનું નામ ઓલીઓ હતું તેણે ઝટાણું કસબામાં બંડ ઉભું કર્યું. તેની પાડોશમાં બેગમુહમ્મદ બુક્યા હતા; તેણે શુરાપણાની લડાઈ કરી લીઆને હરાવી દી. શેરખાંએ આ ખબર સાંભળી પિતાના જમાઈ હુસેનને ફોજની સાથે તેની ઉપર મોકલ્યો; સરકારી અધિકારી
એ મુહમ્મદ હુસેન અને ખાજા નિઝામુ- ટાણાની લડાઇ. દદીન બક્ષીને ખરા વફાદાર શુરાઓ સાથે તેની મદદે મોકલ્યા. શત્રુઓ સામાં નહીં ટકી શકવાથી પાછા નાઠા. પરંતુ મૃહમ્મદ નઝરબેગ ઉતાવળ કરી શત્રુ ઉપર જઈ ચડ્યો. હવે,