________________
[ ૧૪૬ ]. બહાર નિકળ્યા. જે આ માણસ સિધા શહેરમાં દાખલ થઈ જાત તે ધારવા પ્રમાણે શત્રુઓ ગભરાઈને માર્ગે પડી જાત.
લખવા સાર છે, એટલા અવકાશના વખતમાં જ્યારે શહાબુદ્દીન એહમદખાનના માણસ તંબુ ઠેકવા અને ઉતારે કરવાના કામમાં રોકાએલા હતા, પિતાના ઘરખટલાના બચાવે શહાપુર દરવાજા બહાર કરવા ગુંથાએલા હતા અને સરસામાનને ઠેકાણે મુકતા ઉસમાનપુર આગળની હતા તે વેળાએ શત્રુઓ બખ્તરે પહેરીને આવ્યા ઉપરની લડાઇ. અને શહાબુદીન એહમદખાનની સાથેના માણસોને તેઓના આવવાની ત્યારે ખબર થઈ, કે જ્યારે લગભગ બે હજાર સ્વારો. શહેરમાંથી આવી નદીના કાંઠે હાર બાંધી ઉભા થઈ ગયા. મુઝફફર પોતે જાતે જમણી તથા ડાબી બાજુની સન્યાનું ઉપરીપણું કરતો હતો. આ વખતે લુણીએ કાઠી પણ ઉભો હતો. મુહમ્મદ યુસુફ બદખશી, ખલીલબેગ, તે મુરહુસેન, વફાદારબેગ, મુગલબેગ તથા બીજા હરામખોર લોકોએ પ્રથમ સન્યાના રૂપમાં પહેલાં ડગલાં ભર્યા.
શહાબુદીન એહમદ આ અણધાર્યો બનાવ જોઈ સ્વાર થઈ ફોજને ગોઠવવા તથા હારબંધ કરવા લાગ્યો તે વખતે તેમાદખાને એવોડોળ ઘાલ્યો કે ઉસમાનપુરના ઘાટને મજબૂત કરું છું કે જેથી શત્રુઓ નદી પાર થઈ શકે નહીં. તે બાદ મીર અબુતુરાબ તથા કેટલાક ગુજરાતીઓ સાથે સ્વાર થઈ એક ખુણામાં સંતાઈ બેઠો અને કઈ વાટે નાસી જવાશે તે જાતે રહ્યો.
શહાબુદીન એહમદખાને પિતાની સાથે સાતસો આઠસે સ્વારોને લઈ શત્રુઓની સામે રણસંગ્રામની જગ્યા નિમી દીધી, અને હિમ્મત રાખી એ લશ્કરમાંથી માત્ર ચાલીસ જણને પોતાની સાથે સન્મુખ રાખ્યા. બાકીના સઘળાઓને નદી ઉતારી; શત્રુઓ કે જેમાં સમય લુણહરામી કુતરાની નસલનો તથા બીજા નિમકહરામે તેમના ઉપર મોકલ્યા. આ સન્યાના ઉપરીઓ શત્રુઓને મળી ગએલા હતા, પરંતુ બીજા સિપાહીઓ સારી પેઠે લડ્યા. તેમાં બેવાર શત્રુની ટુકડીને નસાડી મુકી. મુગલબેગ તથા વફાદારબેગને તીરના ઘા વાગ્યા, પરંતુ લુણહરામ સમક ફોજનો ઉપરી હતે તે લોકોને લેવા ના દેતા અને વારંવાર પોતાના માણસને મીર આબિદ તથા બીજા હુલ્લડખોરો પાસે મોકલી લડવાને ઉશ્કેર હ. શહાબુદીન એહમદખાનના નોકર બદરબેગ તુર્કીમાને નદીના પાણીના