SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૪ ] ધોળકામાં આ બંડખેરોની ધારણું અને ઢચુપચુ મનસુબા વિરૂદ્ધની લાલસા પડી ભાંગી. કેટલાક લોકોને એમ ઠીક લાગ્યું કે શહાબુદીન એહમદખાનના લશ્કર ઉપર રાત્રે ધાડ પાડવી અને મુઝફફરનું કહેવું એમ હતું કે ખંભાત બંદરે જઈ તે બંદરને લુંટી લેવું. જ્યારે તેમાદખાનને શત્રુઓના ધોળકે આવી પહોંચવાની ખબર મળી ત્યારે કાળજું ઠેકાણે રહ્યું નહીં તેમ હાથપગનું પણ ભાન રહ્યું નહીં, તેથી પિતે એ મનસુબે કરબે કડી ગયો કે ત્યાં જઈ શહાબુદ્દીન એહમદખાનને પાછો ફેરવી અહમદાબાદ લઈ આવું. તેણે ભારે ગભરાટ થી વ્યાકુળતામાં આવી મોટી ભુલ કરી. ખરું પુછો તે શત્રુને બાર ગાઉ ઉપર મુકી, અઢાર ગાઉ ઉપર મદદ લેવા જવું તે કોઈપણ રીતે ડહાપણનું કૃત્ય નથી, અને વળી તે સાથે એવા સરદારના તાબામાં શહેરને મુકવું, કે જેની ઉપર કંઈપણ ભરૂસો રખાયા નહીં; તેમજ સારી સલાહ આપનારાઓએ પણ ખોટું લગાડીને કહ્યું હતું કે, આ ભુલભરી કારકીર્દી છે. પરંતુ તેણે કોઈનું સાંભળ્યું નહીં અને પોતાના પુત્ર શેરખાનને એહમદાબાદના રક્ષણને વાતે મોકલ્યા. મીર માસુમ ભકરી, ફજુલ્લાબેગ આકા અને ઝનુદદીન કહને દરવાજાના બચાવ ઉપર નિમ્યા; મુજાહિદખાન ગુજરાતીને રાયખડના દર વાજા ઉપર મુકો અને નિઝામુદીન બક્ષીને સાથે લઈ શહેરથી નિકળી કઠીના માર્ગે પડ્યો. એના શહેરથી બહાર નિકળતાં જ કેટલાક ગુજરાતના બંડખોર લેકો કે જેઓ હુલખોરોને મળેલા હતા તેઓએ ઉતાવળથી માણસ મોકલી અને તેમાદખાનની બહાર નિકળવાની ખબરને નાસી જવાના રૂપમાં ચર્ચાવી દીધી. જે વેળા શત્રુઓ પિતાપિતામાં અનિશ્ચિત હતા કે ક્યાં જવું ને શું કરવું, તે વેળાએ આ વધામણી પહોંચી તેથી તેઓ તુરતજ જેમ બને તેમ ઉતાવળે ગુજરાત તરફ વધ્યા અને શહેર પહોંચતાં પહોંચતાં તે તેમની ફોજ પલવારમાં વધી ગઈ. જ્યારે તેઓ અહમદાબાદ આવ્યા અને મુજાહિદખાનના તાબાના રાયખડ દરવાજે સંગ્રામ મચાવી ઘણી ઝડપથી શહેરમાં દાખલ થયા તે વખતે શહેરનો કોટવાલ પહેલવાન અલી ઠાર મરાયો અને હુલ્લડ જાગી ઉઠયું. તેમાંથી એતેમાદખાનનો દીકરો શેરખાં, મીર માસુમ ભકરી તથા ઝનુદદી કંબોહ તે બંડમાંથી મહા મહેનતે બહાર નિકળવા પામ્યા. નહતું એટલે સુલતાન મુઝફફર પણ એવો દિવસ
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy