________________
| [ ૧૪૨ ] લોકોનાં મન ફેરવો ને તેમને આડે માર્ગે દોરતે હતું. તેણે મુગલબેગ વફાદાર તથા તે મુરહસેન કે જેઓ શહાબુદીન એહમદખાનના પાકા ભરૂ સાદાર માણસો હતા તેમને પોતાની સાથે મળતીઆ કરી લીધા. આ અવસરે એતેમાદખાન તથા ખાજા અબુલકાસિમ સુબાને દીવાન અને ખાજા નિઝામુદીને બક્ષી પાટણ આવી પહોંચ્યા. તે વખતે કરમઅલી, શહાબુદ્દીન એહમદખાનને લેવા માટે આવ્યો હતો. આ વખતે કાબીલ નામના વકીલ સાથે એતેમાદખાન જ્યારે એહમદાબાદમાં આવ્યો ત્યારે શહાબુદ્દીન એહમદખાન હુકમને અનુસરી ઘડા તથા પોશાક લઈ સામે ગ; અને વળતાં કરમઅલીની સાથે શહેરમાં પાછો આવ્યો. તેજ વખતે સરકારી આજ્ઞાની માહિતી મેળવી, તેજ દરબારમાં એતેમાદખાનના અમલદારોના હાથમાં કોટના દરવાજાની કુચીઓ આપી દઈ થાણઓ ઉપરથી પોતાના માણસને બોલાવી લીધા. શહાબુદીન એહમદખાએ આશરે નવા જુના મળી એંશી કિલ્લાઓ ઉભા કરી તેમાં થાણાં બેસાડ્યાં હતાં. જેમાં તેના માણસો થાણાંમંથી નિકળી આવ્યા કે તરત જ કળીઓ તથા ગરાસીઆઓએ ઘણા કિલ્લાઓને ઉજજડ કરી નાખી હુલ્લડે ઉભાં કર્યા અને તેથી શહાબુદ્દીન એહમદખાન વિગેરે શહેરમાં આવતા રહ્યા.
હવે ઉપર બતાવેલા નામવાળા મીર અબિદે બંડખોર સહિત આશરે પાંચસો માણસો ભેગા કરી,તેમજ વિટુવાનો નાલના મથક ઉપર રહેઠાણ કરી એતેમાદખાનને સંદેશો કહાવ્યો કે હું અયોગ્ય સ્થિતીથી શહાબુદીન એડમદખાનની પાસે દરબારમાં જઈ શકતો નથી, માટે જે પહેલાં પ્રમાણે શહાબુદીત એહમદખાને અમને જે જાગીરો આપેલી તે બહાલ રાખતા હો તે સેવામાં હાજર થઈ નોકરી કરીએ. નહીંતો હવે કાયદાના બંધનમાંથી નિકળી બાર વટીઆ થઈએ છીએ. તેમાં ખાંએ ઉત્તર આપ્યો કે હજુર આજ્ઞા શિવાય તે જાગીરે તમારા પગારપટામાં આપી શકાતી નથી, પરંતુ મારા તરફથી જે કાંઈ બની શકશે તે કરવામાં કસુર થશે નહીં. તે અકર્મીઓ એતેમાદ ખાનના ઉત્તરથી નિરાશ થઈ ખલીલબેગ તથા મુહમ્મદયુસુફની પાસે માતર પ્રગણાંમાં ગયા. હજુરમાંથી મદદ કરવાને જે લશ્કર નીમ્યું હતું તે હજી સુધી આવી પહોંચ્યું નહોતું. તેમાદખાએ એ વાત વાસ્તવિક ધારી કે, શહાબુદ્દીન એહમદખાનને પાછો બોલાવી લાવી, થોડા દિવસ અહિંજ રાખી તેના બે માણસોની મદદથી બંડખોરોને